સંસારને કસનળીની અંદર બંધ કરી બતાવતી ફ્લ્મિ
મૂવી રિકોલ : અભિમન્યુ મોદી
પપ્પા, આ દુનિયા આવી કેમ છે? આપણી પાસે સ્કુટર અને બાજુમાં ગાડી કેમ છે? આપણી ગાડીમાં હવા ભરી દેનારો સાયકલ પર કેમ છે? મારા બર્થડે ઉપર પાઉંભાજી અને વિવાનના બર્થડે ઉપર ગોવાની ટ્રીપ, એવું કેમ છે? સ્કૂલમાં સાહેબ મારા નામની પહેલા સરનેમ પૂછે એવું કેમ છે? આપણને પેલા એરિયામાં ફ્લેટ ન આપ્યો એવું કેમ થાય છે? મને હાફૂસ ખવડાવો તો મેઈડની મેલી થેલીમાં દબાયેલી તોતાપુરી કેમ છે? આ વર્ષથી અમારે સમાજવિદ્યા શરૂ થયું, આપણે માણસો આટલા ડાહ્યા તો આપણો ઈતિહાસ આટલો લોહીયાળ કેમ છે? આપણો દેશ આઝાદ થયો એમાં બધાએ કેક કાપવાને બદલે એકબીજાને કાપ્યા કેમ? રાજા હોય એ આટલો હિંસક જ હોય? ટોચના નેતા બનવા માટે લોહીની નદીમાં તરવું જ પડે? રાક્ષસની ભક્તિ પણ કેમ થતી હોય છે? ભગવાનને પણ તકલીફે કેમ પડે છે? મારા આ સવાલોને તમે ટાળો છો કેમ અને હવે તો એને ખોટા પણ કહો છો? આટલું બધું અને આવું કેમ?
બાળક કિશોરાવસ્થામાં પ્રવેશે ત્યારે તેના મનમાં આવા ઘણા સવાલો ઉઠતા હોય છે અને મોટેભાગે ઉત્તરો મેળવવા માટે પપ્પા જ બેસ્ટ કેન્ડીડેટ હોય છે. પણ પિતાજીને બધું પૂછી શકાતું નથી. કેમ? કારણ કે આવા સવાલો મનમાં ઉઠયા તેની પહેલા આ સવાલો કરતાં પણ હળવા પ્રશ્નોનો જવાબ આવો કંઇક મળ્યો હતોઃ ‘એ અત્યારે તને નહિ સમજાય. મોટી થઈશ ત્યારે સમજાય જશે’. પોતાની આસપાસની દુનિયા સામે જોતા બાળકોને જ નહિ મોટેરાઓને પણ આવા સવાલો થતા હોય છે કે આવું જ કેમ? કેમ એકના એક પ્રશ્નોનું વર્ષોથી કોઈ સોલ્યુશન જ નથી આવ્યું? હું જ કેમ? મારી સાથે જ આવું કેમ થાય છે? મોટા ભાગના કિસ્સામાં આવા બધા સવાલો નિરુત્તર રહી જાય છે. માણસ થાકી-હારીને પ્રવાહમાં ભળી જાય છે. સવાલો ઉઠાવવાની હિંમતને ઉગતી જ ડામી દેવામાં આવે છે. જો કે આ આખા પ્રશ્નપેપર સામે પ્રતિપ્રશ્ન એ પણ છે કે સવાલોની જન્મઘડીએ જ તેના ઉત્તરો મળી જાય તો પણ એકલદોકલ વ્યક્તિ તેનું નિરાકરણ લાવી શકવાનો છે? પ્રત્યેક મનુષ્યની જિંદગી ઉપર ફેણ ચડાવીને બેઠેલા અમુક કોમન સવાલોની સંખ્યા બહુ ઓછી હશે પણ તેની તીવ્રતા આખી જિંદગી લોહી ચૂસી લે છે. આવા જ સવાલોનો ધસમસતો પ્રવાહ એટલે ૨૦૧૩ માં આવેલી ફ્લ્મિ ‘સ્નોપીઅર્સર’.
સ્નો એટલે હિમ અને ટુ પીઅર્સ એટલે વીંધી નાખવું કે છેદન કરવું. હિમવર્ષાથી જામી ગયેલા બરફ્ને તોડી પાડીને આગળ ગતિ કરી રહેલી એક ટ્રેન એટલે સ્નોપીઅર્સર. આ ફ્લ્મિ સાયન્સ ફ્ક્શિન છે અને તેમાં પોસ્ટ-એપોકેલીપ્ટીક સમય બતાવવામાં આવ્યો છે એટલે કે આખી દુનિયા એક વખત સમાપ્ત થઇ ગઈ હોય તેના પછીનો સમય. આ ફ્લ્મિના મૂળિયાં કોરિયન છે, ફ્રેન્ચ છે, અંગ્રેજી છે અને અમુકઅંશે કેનેડીયન પણ છે. અત્યાર સુધીના સૌથી મોંઘા કોરિયન પ્રોડક્શનની ઉપજ આ ફ્લ્મિ છે. સિમ્બોલિક રીતે આખા સંસારનો ઓવરવ્યૂ આપતી ફ્લ્મિની વાર્તાનો પરિઘ ઘણો ટૂંકો છે પણ વાર્તાનો પન્નો ચાર્લ્સ ર્ડાિવનથી લઇને ભૂતકાળમાં આદિમાનવ સુધી અને ઈજીપ્તની રાજાશાહીથી લઇને, એથેન્સના લોકશાહીથી લઈને ટ્રમ્પ-પુતિન વગેરે લોકનેતાઓની પેટા-સરમુખત્યારશાહી સુધી વિસ્તરે છે. સંસારનું ચક્ર કેમ ચાલે છે એ આ બે કલાકની ફ્લ્મિ સમજાવે છે અને ફ્લ્મિની વાર્તાનું સાચી રીતે પૃથ્થકરણ કરી શકીએ તો દર્શકોને મૂંગામંતર કરી દે છે.
ઈ.સ. ૨૦૧૪ની સાલમાં ગ્લોબલ વોર્મિંગને નષ્ટ કરવાના અખતરાની આડઅસરને કારણે આખી દુનિયા ઉપર બરફ્ની જાડી ચાદર ફ્રી વળી છે. સમસ્ત મનુષ્યજાત તબાહ થઇ ગઈ છે. માત્ર એક ટ્રેન બચી છે. ગોળાકાર પૃથ્વીની સપાટી ફ્રતે બિછાવેલા ટ્રેક ઉપર એ ટ્રેન નિરંતર દોડતી રહે છે. એ ટ્રેનની અંદર જેટલા લોકો છે એટલા જ લોકો જીવતા છે. બહાર તો થીજાવી દે એવી ઠંડી છે. ટ્રેન ન્યુક્લીઅર પાવરથી અવિરત દોડતી રહેશે. હવે ટ્રેનની અંદર પણ અજીબ ગોઠવણ છે. સૌથી વધુ માનવવસ્તી ટ્રેનના છેલ્લા ડબ્બામાં છે. ત્યાંના લોકો ઉપર ટ્રેનના આગલા ડબ્બામાં રહેતા લોકોનું રાજ ચાલે છે. રોજ આગળના ડબ્બાઓમાંથી કાળા રંગના પ્રોટીન બ્લોકસ આવે એ ખાઈને આ બધા સત્તર વર્ષ સુધી જીવતા રહ્યા છે. ગમે ત્યારે આગળના ડબ્બાના સત્તાધીશો પાછલા ડબ્બામાંથી બાળકોને, સ્ત્રીઓને કે વડીલોને ઉઠાવી જાય. કોઈ સામો અવાજ ઉઠાવે તો તેનો હાથ ટ્રેનની બારીની બહાર ફ્ક્ત પાંચ મિનીટ માટે રાખે એટલે એ હાથ ખરી પડે. બહાર પુષ્કળ ઠંડી છે.
એક દિવસ પાછલા ડબ્બામાં રહેતા ગીલીયમ નામના વડીલની પ્રેરણાથી કર્ટીસ નામનો જુવાન થોડા સાથીદારોની મદદથી બળવો પોકારે છે. પહેલી વખત પાછલા ડબ્બાના લોકો ટ્રેનના આગલા ભાગ તરફ જાય છે. પહેલી વખત પ્રકાશ જુએ છે. દરેક ડબ્બામાં યુદ્ધ કરવું પડે છે. જેમ જેમ આગળ વધે છે તેમ તેમ સમજાય છે કે આખી ટ્રેન એક શહેર જેવી છે જેમાં ડિસ્કોથેક પણ છે, હરિયાળીસભર બગીચો પણ છે, હાઈફઈ સ્કુલ પણ છે અને માછલીઘર પણ છે. એન્જીનમાં વિલ્ફેર્ડ નામનો સરમુખત્યાર શાસન કરે છે. પાછલા ડબ્બાની આખી વસ્તી બળવામાં મરી ગઈ અને કર્ટીસ ઉપરાંત માત્ર બે વ્યક્તિઓ એન્જીન સુધી પહોચવામાં સફ્ળ થઇ અને ક્રૂર નેતા વિલ્ફેર્ડને મળી શક્યા. વિલ્ફેર્ડ કહે છે કે સત્તર વર્ષની અંદર પહેલી વખત કોઈ ટ્રેનના એન્જીન સુધી આવી શક્યા. પણ એમાં કર્ટીસની બહાદુરી નથી. કર્ટીસે જેના માર્ગદર્શન નીચે બળવો પોકાર્યો એ વડીલ ગીલીયમ વિલ્ફેર્ડનો જ માણસ હતો. ટ્રેનની ઇકો-સીસ્ટમ બેલેન્સ રાખવા માટે થોડાક લોકોનાં મૃત્યુ જરૂરી હતા એટલે વિલ્ફેર્ડે જ આખો બળવો કરાવ્યો હતો અને હીરો કર્ટીસ એનું પ્યાદું બન્યો. ક્લાઈમેક્સમાં દર્શકોને એવું લાગે કે હીરો જીતી ગયો પણ ખરેખર તો એ હારી ગયો હતો. આ તો ફ્ક્ત ઓવરવ્યુ થયો સ્નોપીઅર્સર ફ્લ્મિનો.
માર્વેલની ફ્લ્મિોમાં કેપ્ટન અમેરિકા બનતો ક્રીસ ઇવાન્સ અહીં મુખ્ય પાત્રમાં છે અને ડોક્ટર સ્ટ્રેન્જની ગુરુ એન્શીયન્ટ વનનું કિરદાર ભજવતી ટીલ્ડા સ્વીન્ટોન અહી પેટાવિલન છે. માર્ગરેટ થેચરથી લઇને ઘણા નેતાઓ ઉપર કટાક્ષ થયા છે. આર્થિક અસમાનતા, સામાજિક વિષમતા, કુદરતની પસંદગી, રાજકીય કટ્ટરતા, માનવસહજ સ્વાર્થવૃતિ, માણસમાં છુપાયેલુ દરિંદાપણું વગેરે સત્યો આ ફ્લ્મિના ડાયલોગ, પ્લોટ, કેમેરાવર્ક, દ્રશ્યોમાં વણાયેલા છે. તાર્કિક રીતે સંપૂર્ણ સંતોષ ન થાય તો પણ આ ફ્લ્મિ ફ્ક્ત સર્વાઈવલ ફ્લ્મિ ન બની રહેતા મનુષ્યજાતનું કદરૂપું પ્રતિબિંબ ચીતરવાની કોશિશમાં સફ્ળ થઇ છે.
facebook.com/abhimanyu.modi.7
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post સંસારને કસનળીની અંદર બંધ કરી બતાવતી ફ્લ્મિ appeared first on Sandesh.
from Cine Sandesh – Sandesh http://sandesh.com/worldly-life/
via Best Gujarati News
0 Comments