સિને ફ્લેશબેક : અક્ષયકુમાર વિદ્યાર્થી

આ સિનેસર્જક સાચા અર્થમાં હોલીવૂડના કોઈ સ્ટુડિયોના માલિકની જેમ હિન્દી સિનેજગતમાં મૂવી-મોગલ બની રહ્યા હતા. એમનું નામ અરદેશર ઈરાની. સંગીતના સાધનો અને ફોનોગ્રાફ સિનેસંગીતમાં સૌથી વધારે વપરાય. એ જમાનો હજી મૂંગી ફિલ્મોનો હતો. દરેક સિનેમાઘરમાં ફિલ્મ ચાલતી હોય ત્યારે લાઈવ બેન્ડ સંગીત વગાડતું અને એક માણસ ફિલ્મની કોમેન્ટ્રી આપતો. એમાં સંગીતના અને સાઉન્ડના સાધનોની જરૂર પડતી.

૧૯૧૪માં યુનિવર્સલ ફિલ્મ્સના અબ્દુલલી ઈસૂફલીને પિૃમ ભારતમાં પોતાની ફિલ્મો રજુ કરવા કોઈ ભાગીદારની જરૂર પડી તો અરદશરે તક ઝડપી લીધી. ભાગીદારીમાં મુંબઈના એલેક્ઝાન્ડ્રા અને મેજેસ્ટિક સિનેમા ખરીદી લીધા. એમાં ફિલ્મો રજુ કરવા માંડી. એ જમાનામાં આજ જેટલી ફિલ્મો બનતી નહોતી. એટલે સિનેમાઘરોને ધમધમતા રાખવા માટે અરદેશરે ૧૯૨૦માં ભોગીલાલ કે. એમ. દવેની ભાગીદારીમાં સ્ટાર ફિલ્મ્સની રચના કરી અને ફિલ્મો બનાવવા માંડી. ૧૯૨૨માં પહેલી ફિલ્મ બનાવી વીર અભિમન્યુ.

૧૯૨૩માં ભાગીદારો બદલાતાં કંપનીનું નામ બદલી મેજેસ્ટિક ફિલ્મ્સ કર્યું. ૧૯૨૫માં રોયલ આર્ટ સ્ટુડિયો કર્યું. ૧૯૨૬માં ફરી નામ બદલીને ઈમ્પીરીયલ ફિલ્મ્સ કરી દીધું. આ સ્ટુડિયોએ હિન્દી સિનેજગતમાં યાદગાર ફિલ્મો બનાવી. અરદેશર ઈરાનીએ ૨૫૦ ફિલ્મો બનાવી હશે. એમાંની અડધી સાઈલન્ટ ફિલ્મો હતી. મોટાભાગની ફિલ્મોમાં દિગ્દર્શનમાં નવલ ગાંધી સાથે જોડી જમાવી. પછી એકલા હાથે ભારતની પહેલી બોલતી ફિલ્મ આલમઆરાનું દિગ્દર્શન કર્યું. એમાં અવાજ રેકોર્ડ કરવા હોલીવૂડથી વિલ્ફર્ડ ડેમિંગ નામના સાઉન્ડ નિષ્ણાતને બોલાવ્યો, પરંતુ આખરે મોટાભાગનો સાઉન્ડ જાતે જ રેકોર્ડ કર્યો.

એ પછી ફિલ્મો રંગીન બની તો સિનેકલર પ્રોસેસના અધિકાર ખરીદીને કલર લેબોરેટરી સ્થાપી. ૧૯૩૭માં પહેલી સ્વદેશી કલર ફિલ્મ કિસાન કન્યા બનાવી. ૧૯૩૮માં બીજી કલર ફિલ્મ પુજારી બનાવી. એ પછી ઈમ્પીરીયલ સ્ટુડિયો આર્થિક રીતે ભાંગી પડયો. અરદેશરે ફિલ્મસર્જન છોડીને ઈન્ડિયન મોશન પિક્ચર્સ પ્રોડયુસર્સ એસોસિયેશનના સભ્ય તરીકે કામ ચાલુ કર્યું. ૧૯૬૯માં એમનું અવસાન થયું એમની યાદમાં ૧૯૭૪માં મુંબઈના કેનેડી બ્રિજનું નામ અરદેશર બ્રિજ કરી દેવામાં આવ્યું હતું. અરદેશરની યાદગાર ફિલ્મોમાં ૧૯૨૪ની મુંબઈની શેઠાણી શાહજહાં અને પાપનોે ફેજ ૧૯૨૫ની નવલશા હીરજી, ૧૯૩૧ની આલમઆરા અને ૧૯૩૩ની ફારસીફિલ્મ દુખ્તરે લુર ગણાય છે.

cine@sandesh.com

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post શિક્ષક અને કેરોસીન ઈન્સ્પેક્ટરમાંથી ફિલ્મસર્જક! appeared first on Sandesh.



from Cine Sandesh – Sandesh http://sandesh.com/teacher-and-kerosene-ins/
via Best Gujarati News

0 Comments