સૂરતનો કાપડ ઉદ્યોગ દેશ વિદેશમાં પ્રખ્યાત છે અને એ જ કાપડ દેશ વિદેશમાં મોકલવા આવે છે. ત્યારે સુરતના કાપડ વેપારમાં કોઈને કોઈ વિઘ્નો આવતા હોય છે. પહેલા વેપાર બંધ બાદમાં મંદી અને થોડા સમય પહેલા આવેલા ફેની વાવાઝોડાને લઈ પણ સૂરતનો કાપડ ઉધોગ પ્રભાવિત થયો હતો. હવે પ્રોસેસીંગ હાઉસ દ્વારા જોબવર્કના ભાવમાં વધારો મુશ્કેલીઓ ઉભી કરે તેમ લાગી રહ્યું છે.

સુરતમાં ધમધમતા કાપડ ઉદ્યોગ સાથે હજારોની સંખ્યામાં લોકો કપડાના વેપાર સાથે જોડાયેલા છે ત્યારે મોંઘવારીના માર તેમને નડે તેમ લાગી રહ્યો છે. છેલ્લા 2 માસ દરમિયાન કલર અને કેમિકલના ભાવમાં વધારો આવતા પ્રોસેસીંગ હાઉસને કલર મળ્યા અને કેમિકલમાં 15 થી20 ટકાનો વધારો થતા મિલ-માલિકો કામને લઈ પરેશાન હતા. કારણ કે હાલ તહેવારો અને માર્ચ એન્ડમાં કામદારોના પગારમાં વધારો મેન્ટનર્શ ખર્ચ વધી જતાં મૂડી રોકડમાં ભીડ અનુભવી રહ્યા છે.

મિલ માલિકો દ્વારા ખર્ચનો કોસ્ટ લઈ પ્રોસેસીંગ ચાર્જ વધારવાનો વિચાર કરવામાં આવ્યો છે, જેમાં મીટર દીઠ 50 પૈસાથી લઈ 2 રૂપિયા સુધીનો ચાર્જ લેવામાં આવે છે. જ્યારે છેલ્લા 1 વર્ષ દરમિયાન 16થી 17 જેટલા ડાઇગ હાઇસ પાંડેસરામાં બંધ થઈ ગયા. શહેરમાં અલગ અલગ જીઆઇડીસીમાં પણ આ પરિસ્થિત સર્જાઇ છે, ત્યારે પોતાના કામદારો અને મેન્ટરન્સને લઈ જોબવર્કમાં વધારો કરવામાં આવ્યો છે.

આવનારા દિવસોમાં પણ આ જ પરિસ્થિતિ રહેશે. આવનારા માલ પર ભાવ-વધારો લેવામા આવશે. નહીં કે પહેલાથી મિલમાં આવેલ કોઈ પણ મટીરીયલ પર જોબવર્ક વધારે લેવામાં આવશે. આ વાતને લઈ વેપારીઓ સાથે પણ ચર્ચા કરવામાં આવી હતી. પણ કંઇક અંશે વેપારીઓઓ તેને સ્વીકાર કર્યો છે. આ વાતને લઇને અમુક વેપારીઓ નારાજ પણ છે પણ વેપારમાં આ રીતે ચઢ ઉત્તર આવતી હોય અને તેને દરેકે સ્વીકારવી રહી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post સુરતનો કાપડ ઉદ્યોગ ભીંસમાં, લાખોની સંખ્યામાં જોડાયેલા કર્મચારીઓએ આ અહેવાલ વાંચવો જરૂરી! appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/surats-textile-industry-re-bites-what-is-happening-after-the-hurricane-hurts/
via Best Gujarati News

0 Comments