અમદાવાદ એરપોર્ટ ઓથોરીટીએ હાલ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. અમદાવાદ એરપોર્ટના રન-વે પર પ્રાણીઓનો પ્રવેશ અટકાવવા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. 50 કરોડના ખર્ચે આધુનિક ઈઝરાયલની સિસ્ટમ પેરામીટર ઈન્ટુઝન ડિટેક્શન સીસ્ટમ લગાવવામાં આવશે.

અમદાવાદ એરપોર્ટના રન-વેની આસપાસની દિવાલથી પ્રાણીઓના પ્રવેશ સમયે વીડિયો રેકોર્ડ અને એલાર્મ વાગશે. ઇઝરાયેલથી મંગાવવામાં આવેલી સિસ્ટમ કેન્દ્ર સરકારની મંજૂરી બાદ એક વર્ષમાં લગાવવામાં આવશે. આ સિસ્ટમ માટે એરપોર્ટ નિયામક મનોજ ગંગલ દ્વારા કેન્દ્ર સરકારને પ્રસ્તાવ મોકલાયો હતો, જે પાસ થઇ ગયો છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ એરપોર્ટ પર વધતી પ્રાણીઓની ઘૂસણખોરી અટકાવવા નવી સિસ્ટરમ કાર્યરત કરવામાં આવી છે. ઇઝરાયલમાં બનાવેલી પેરામીટર ઇન્ટુઝન ડિટેકશન સિસ્ટરમનો ઉપયોગ હવે અમદાવાદ એરપોર્ટ પર કરાશે. આ સિસ્ટમ પાછળ રાજ્ય સરકારે 50 કરોડનો ખર્ચે કર્યો છે. આ સિસ્ટરમ 1 વર્ષની અંદર અમદાવાદ એરપોર્ટ પર નાખવામાં આવશે.

અવાર નવાર અમદાવાદ એરપોર્ટ પરના રનવે પર ગાય, શ્વાન વાંદરા ઘૂસી જતા હોય છે. જેના કારણે વિમાનોને ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડતું હોય છે. અમદાવાદ એરપોર્ટ ઓથોરિટીને આટલી મુશ્કેલી બાદ એરપોર્ટ તંત્ર ઘોર નિદ્રામાંથી જાગ્યું હતું. આ સ્માર્ટ સિસ્ટમ એરપોર્ટ દીવાલ પર લગાવામાં આવશે. જેમાં પ્રાણીની ઘૂષણખોરીથી સીધું મેન ઓફિસમાં એલાર્મ વાગશે.

એલાર્મ વાગતા એરપોર્ટ સિક્યુરિટીને જાણ થશે. આખરે એરપોર્ટ સેક્યુરીટી દ્વારા પ્રાણીઓની ઘૂસણખોરીને અટકાવી મુસાફરોને સમયસર મુસાફરી કરી શકશે. આ સિસ્ટરમની મંજૂરી કેન્દ્રીય ઉડ્યન મંત્રાલય પાસે એરપોર્ટ ઓથોરિટીએ માંગી છે. જો મંજૂરી મળી જશે તો એક વર્ષમાં આ સિસ્ટરમ શરૂ થઇ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post અ’વાદ એરપોર્ટ પર પ્રાણીઓનો ત્રાસ અટકાવવા લવાઇ ઈઝરાયલી સિસ્ટમ, દરેક મુસાફરે જાણવી જરૂરી appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/ahmedabad-airport-to-use-israeli-system-at-animals-on-run-way/
via Best Gujarati News

0 Comments