અમદાવાદના યુવકનું અપહરણ બાદ હત્યા, યુવતીના ચારિત્ર અંગે વાતો કરતો જીવ ખોર્યો
રાજ્યમાં ક્રાઇમનો રેશિયો દિવસેને દિવસે વધી રહ્યો છે. દરરોજ અનેક હત્યાઓ થઇ રહી છે, ત્યારે અમદાવાદના સેટેલાઇટના યુવકનું અપહરણ કરીને હત્યા કરવામાં આવી છે. આજે સવારે કાળુભાઇ ધોબી નામનો યુવકનો ઇસનપુરબ્રિજ નીચેથી હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં ઉમિયા વિજય સોસાયટી પાસેથી મોડી રાત્રે એક યુવકનું અપહરણ થયું હતું. તે યુવકનું નામ કાળુભાઈ ધોબી(રહેવાસી કાંકરોલી, રાજસ્થાન) છે. જેનો આજે સવારે હત્યા કરાયેલી હાલતમાં ઇસનપુરબ્રિજ નીચેથી મૃતદેહ મળી આવતા અરેરાટી વ્યાપી ગઇ હતી.
આ ઘટનામાં એવું કહેવાય છે કે કાળુભાઇ ધોબીના નામના શખ્સને યુવતીના ચારિત્ર અંગે વાતો કરતો હોવાથી સાથી વ્યક્તિ સાથે ઝઘડો થયો હતો. મૃતક કાળુભાઈને કામ કરવા બાબતે ગઈકાલે બપોરે ઝઘડો થયો હતો. ત્યારબાદ રાત્રે આરોપીઓએ કાળુભાઇનું અપહરણ કરી માર માર્યો હતો અને આજે સવારે ઇસનપુર બ્રિજ નીચેથી તેનો મૃતદેહ મળ્યો હતો.
આ અંગે સેટેલાઈટ પોલીસે ત્રણ શંરામંદ લોકોની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post અમદાવાદના યુવકનું અપહરણ બાદ હત્યા, યુવતીના ચારિત્ર અંગે વાતો કરતો જીવ ખોર્યો appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/ahmedabad-man-murdered-dead-body-was-found-isanpur-under-bridge/
via Best Gujarati News
0 Comments