ગુજરાતમાં હાલ વિકટ જળ સંકટનો પ્રશ્ન ઘેરાયેલો છે. દિવસેને દિવસે પાણીના પોકારો ઉઠી રહ્યા છે અને રાજકોટ સહિત સૈારાષ્ટ્રમાં ઠેર ઠેર પાણીના પોકાર ઉઠી રહ્યા છે. તો બીજી બાજુ લાખો લીટર પાણીનો વેડફાટ થઇ રહ્યો છે. જ્યાં એક એક બુંદ માટે લોકો તરસી રહ્યા છે, તો ક્યાંક બાબુઓની મીલીભગતના કારણે લાખો લીટર પાણી વ્યર્થ જઇ રહ્યું છે.

હાલ આવો એક કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે. રાજકોટમાં હાલ નર્મદાની પાણીની લાઇમમાં લીકેજ થયું છે, જેના કારણે લાખો લીટર પાણી બગડી રહ્યું છે. હાલ ઉનાળામાં સોના જેટલું જ અમૂલ્ય પાણીનો વેડફાટ બાદ સંદેશ ન્યૂઝે વારંવાર અહેવાલ રજૂ કર્યા હતા, ત્યારબાદ અધિકારીઓ સફાળા જાગ્યા હતા અને નર્મદાની લાઇનમાં લીકેજ સ્થળે પહોંચ્યા હતા.

રાજકોટ નજીક ગવરીદડ ગામે નર્મદાની કેનાલમાં ભંગાણ થતા લાખો લીટર પાણી નદીમાં વહી ગયું હતું. એક તરફ પાણીની તંગી પ્રવર્તી રહી છે ત્યારે લાખો લીટર પાણીનો આ રીતે બગાડ થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. કેનાલમાં ભંગાણ થતા તાત્કાલિક અસરથી પમ્પિગ બંધ કરી દેવામાં આવ્યું છે.

કેનાલમાં થયેલા ભંગાણને રિપેર કરતા 24 કલાક જેટલો સમય લાગશે તેવું જાણવા મળ્યું છે. લાખો લીટર પાણીના વેડફાટથી અનેક વિસ્તારોમાં પાણી વિતરણ પર અસર પહોંચી છે.

રાજકોટમાં એક બાજુ પાણીનો પ્રશ્ન છે, તો બીજી બાજુ નર્મદાની પાણીની લાઇનમાં થયેલું લીકેજથી નર્મદાના અધિકારી અજાણ હોવાનું સામે આવ્યું છે. સંદેશના ન્યૂઝના અહેવાલ બાદ કોર્પોરેશનના અધિકારીઓ પહોંચ્યા હતા. નર્મદાની પાણીની લાઇનમાં લાખો લીટર પાણી વેડફાટાના કલાકો બાદ કોર્પોરેશનના અધિકારીઓ પહોંચ્યા હતા.

આ ઘટના બાદ કોર્પોરેશનના અધિકારીઓ લૂલા બચાવ કરતા જણાવ્યું કે, રાજકોટના કોઠરિયા વિસ્તારમાં પાણીની તકલીફ પડી રહી છે. પાણી ખાલી કરવા માટે નર્મદાની પાણીની લાઇનનો વાલ્વ ખોલ્યો હતો. પાણીની વ્યવસ્થા એકદમ સરળ ચાલે છે. નર્મદાના અધિકારીઓ જોવે ત્યારે સ્થિતિ ખબર પડશે.

રાજકોટના કોઠારિયા વિસ્તારમાં ગૌરીદળ પાસે પાણીની લાઈનમાં લીકેજ સામે આવ્યું છે. નર્મદા પાઇપ લાઇન મારફતે હડાળાથી રાજકોટ પાણી પહોંચાડવામાં આવે છે. આજે ત્યાં મોટુ લીકેજ સામે આવ્યું હોવાથી કોઠારિયા રોડ પર પાણીકાપ થઈ શકે છે. નર્મદાના પાણીની લાઇનમાં થયેલા લીકેજના સમારકામમાં 24 કલાક નીકળી જાય તેવી શક્યતા દેખાઇ રહી છે. આજે પાણીની લાઈન લીકેજ સ્થળે સંદેશ ન્યૂઝ પર પહોંચ્યું હતું. નર્મદા વિભાગની બેદરકારીથી આજે લાખો લીટર પાણીનો વેડફાટ થયો હતો.

આજે જ્યારે રાજ્યમાં એક બાજુ પીવાના પાણીના ફાંફા પડી રહ્યા છે, તો બીજી બાજુ પાણીનો વેડફાટ થતા હોબાળો મચ્યો હતો. આજે પાણીના વેડફાટ અંગે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોએ આરોપ મૂક્યો હતો કે, એરવાલ્વ ન મુકાતા લીકેજ થઇ રહ્યું છે. આજે રાજકોટમાં થયેલા લીકેજથી આશરે 3 વીઘા જમીનમાં વાવેલા પાકનું ધોવાણ થઇ ગયું હતું. પાણીના વેડફાટ વિશે ખેડૂતોએ જણાવ્યું કે, શરૂઆતમાં નર્મદાના લાઇનમાં લીકેજ થતાં પાણીના મોટા ફૂવારા ઉડ્યા હતા. પાઇપમાં ભારે પ્રેશરથી પાણી આવતું હોવાથી લીકેજ વધારે મોટું બન્યું હતું.

આ કિસ્સામાં ગામના તલાટીએ પણ પોતાનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, ભારે પ્રેશરથી લીકેજ થતા નુકસાન થયું છે. નર્મદાના પાણીથી કેટલું નુકસાન થયું છે, તેનો સર્વે કરવામાં આવશે અને ત્યારબાદ ખ્યાલ આવશે.

રાજકોટના મેયરે પણ આ કિસ્સામાં પોતાનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, આગામી સમયમાં રાજકોટવાસીઓને પાણીની તંગી નહીં પડે. અગાઉ એક વખત જોઈન્ટ કર્યું હતું, ફરી ભંગાણ થયું છે ભવિષ્યમાં ભંગાણ ન થાય તેની તકેદારી રાખીશું. 2- 3 સોસાયટીમાં પાણી નહીં પહોંચે તો ટેન્કરથી પાણી પહોંચાડીશું.

મ્યુ. કમિશનરના અધિકારીએ આ વિશે જણાવ્યું કે, આ કોર્પોરેશનની લાઇન નથી. નર્મદામાં ડિવોટરિંગની કામગીરી ચાલે છે. પાણીનું વહેણ ચાલુ છે એટલે હાલ પુરતું વેલ્ડીંગ નહીં થાય. આ ઘટના વિશે જ્યારે સંદેશ ન્યૂઝે ડે.CM નીતિન પટેલને ફોન કર્યો તો તેમને ફોન ઉપાડવાની તસ્દી લીધી નહોતી. આજે આ લીકેજને લઇને સંદેશ ન્યૂઝ દ્વારા ડે.CMને વારંવાર સંપર્ક સાંધવાનો પ્રયાસ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ગવરીદડ ગામે નર્મદાની લાઇનમાં લીકેજ થતા રાજકોટમાં ખેદાન-મેદાન, જાણો શું કહે છે સરકારી બાબુઓ? appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/rajkot-in-narmada-canal-near-rajkot-so-many-water-stok-fail/
via Best Gujarati News

0 Comments