ત્વચા સાવ નિસ્તેજ બની ગઇ છે, તો કરો આ સહેલા ઉપાય
બ્યુટી ક્વેરી :- ધારિકા જનસારી
વ્યસ્ત લાઇફસ્ટાઇલના કારણે મહિલાઓ તેમની સુંદરતાને લઇને ખૂબ પરેશાન રહે છે. તેઓ તેમની ત્વચા પર કોઇ ધ્યાન આપી શકતી નથી અને ચહેરાની ચમક ગાયબ થઇ જાય છે. તો આવો જોઇએ કેટલાક એવા સહેલા ઉપાય. જેનાથી તમારી સુંદરતા આવી શકે છે.
પ્રશ્ન : મારી ઉંમર ૩૧ વર્ષની છે, મારી સમસ્યા એ છે કે મારી ત્વચા ખૂબ નિસ્તેજ બની ગઇ છે. ચહેરા ઉપર મેકઅપ કરું તો તે પણ સારો નથી લાગતો, સાવ ડલ ત્વચા થઇ ગઇ છે, ચહેરા ઉપરથી હું બિમાર હોઉ તેવું લાગ્યા કરે છે. આ કારણે મને બહાર નિકળતાં પણ સંકોચ થાય છે. મારી ઉંમરની બીજી મહીલાને આવી તકલીફ નથી થતી. મને આનો કોઇ ઉપાય બતાવો
જવાબ : ત્વચા નિસ્તેજ અને ડલ થઇ જવાના ઘણાં કારણ છે. જેમ કે વધારે પડતું ટેન્શન, ખાવા પીવામાં સરખું ધ્યાન ન અપાતુ હોય, હેલ્ધી ફૂડ ન લેતા હોય, રાત્રીના ઉજાગરા થતાં હોય કે પેટ ખરાબ હોય, કબજીયાતની તકલીફ હોય તો પણ ત્વચા નિસ્તેજ બની જાય છે. તમે વધારે પ્રમાણમાં પાણી પેવાનું રાખો. જો ઉંઘ ઓછી લેતા હોય તો પુરતી નિંદર કરો. ડીટોક્સ વોટર પીવાનું રાખો, ડીટોક્સ વોટરથી પેટ સાફ થશે, પેટનો કચરો નિકળતા ત્વચા આપોઆપ કાંતીમય બનશે. મેકઅપનો વધારે ઉપયોપગ કરવાનું ટાળો. ઘરેલુ કેર કરીને ત્વચાને સુંદર બનાવો. ખાસ તો ખાવાપીવામાં ધ્યાન આપો. ફ્રુટ જ્યુસ, સલાડ વગેરે ખાવાનું રાખો. જો આટલી પાયાની સંભાળ લેશો તો ત્વચા આપોઆપ ઠીક થઇ જશે. સાથે સાથે ત્વચાને સમયસર ફેસવોશ વડે ધોઇને સારું ક્રિમ લગાવો.
પ્રશ્ન : મારી ઉંમર ૨૨ વર્ષ છે. ઉનાળો શરુ થતાં જ મારા પગમમા મોજડી પહેરું તેટલા ભાગની ત્વચા સારી રહે બાકીનો જે ભાગ ખુલ્લો હોય તે કાળો પડી જાય છે. ચપ્પલ પહેરું એટલે પગ એકદમ કાળા થવા લાગે છે. આ પછી કોઇપણ ફુટવેર મારા પગમાં સારા નથી લાગતાં. ઉનાળામાં પગ કાળા ન પડે તે માટે શું કરવું?
જવાબ : તમે ક્યાંય બહાર જાવ એટલે મોજા પહેરવાનું રાખો. બને ત્યાંસુધી પગ આખા ઢંકાય તેવા શૂઝ પહેરો. જો તમે એવા શૂઝ પહેરવા ન માંગતા હોય અને સુંર ટ્રેન્ડી સેન્ડલ કે ચપ્પલ પહેરવા માંગતા હોય તો તડકામાં નીકળતા પહેલા સનસ્ક્રીમ લોશન લગાવો. એટલું જ નહી બહારથી આવીને જે જગ્યાએ તડકો લાગ્યો હોય, મતલબ કે જે જગ્યા ખુલ્લી હોય તે જગ્યાએ કાચુ દૂધ લગાવી થોડું ઘસો. આમ કરવાથી તડકાને કારણે ત્વચા કાળી નહી પડે. એકવાત હંમેશા યાદ રાખવી કે પાંચ મિનીટ લાગેલા તડકાની અસર તમારી ત્વચા ઉપર ત્રણ મહીના સુધી રહે છે, માટે તડકાથી બચવા માટે ત્વચાને કોટનના કપડાંથી સરખી ઢાંકીને જ બહાર નીકળવું. પછી તમે જે તે જગ્યાએ પહોંચો ત્યારે તે કપડુંઝટાવી શકો છો, બાકી તડકામાં નિકળવાનું થાય ત્યારે અચુક કપડું ત્વચા ઉપર વીટોળવુ જ જોઇએ.
dbjansari@gmail.com
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ત્વચા સાવ નિસ્તેજ બની ગઇ છે, તો કરો આ સહેલા ઉપાય appeared first on Sandesh.
from Nari – Sandesh http://sandesh.com/beauty-the-skin-has-become-completely-faded/
via Best Gujarati News
0 Comments