વજન ઘટાડવા ઉનાળામાં કરો આ 7 સ્વાદિષ્ટ ફળનું સેવન
ડાયટ ટિપ્સ :- શુભાંગી ગૌર
ઉનાળો આવી ગયો છે. જેમ ઉનાળાની સીઝન આવતાં જ ફેશનમાં બદલાવ આવે, આપણાં વોર્ડરોબનાં કપડાં ચેંજ થઇને નવા નવા ઉનાળુ કપડા કબાટમાં સુઘડતાથી ગોઠવાઇ જાય તેમ જ ઉનાળો આવતાં ખાનપાનની ચીજો પણ બદલાઇ જતી હોય છે. શીયાળુ ખોરાકની બદલે હવે ઉનાળામાં ભરપૂર મિનરલ્સ જેમાંથી પ્રાપ્ત થાય તેવા ખોરાક લેવાની શરુઆત કરવી પડે છે. શીયાળામાં લીલા શાકભાજી ખાવા ઉપર વધારે ભાર અપતો હોય છે. તમને લગભગ દરેક વ્યક્તિ લીલા શાકભાજી ખાવાની સલાહ આપે છે.
પરંતુ ઉનાળામાં શાકભાજી અમુક પ્રકારના જ બજારમાં ઉપલબ્ધ હોવાથી ઉનાળાની સીઝનમા શાકને બદલે ફળ ખાવાની સલાહ વધારે આપવામાં આવે છે. તેનું એક કારણ એ પણ છે કે ઉનાળામાં આપણાં શરીરને પાણીની વધારે જરૂર પડે છે. તેથી એવા પ્રકારના ફળ આપણે આરોગવા જોઇએ જે ફળમાંથી મીનરલ્સ ભરપૂર પ્રમાણમાં મળી રહે. જે ખાવાથી શરીરમાં પાણીની કમી ન સર્જાય અને ડીહાઇડ્રેશનની તકલીફ ન થાય. વળી આ ફળ ખાવાથી વજન પણ કંટ્રોલમાં રહે છે. તો તમે તમારા ડાયટમાં સાત એવા ફળને સમાવી શકો છો, કે જે ખાવાથી વજન તો ઓછું થશે જ સાથે સાથે શરીરને જોઇતું વિટામીન અને મિનરલ્સ પણ મળી રહેશે.
તરબૂચ
તરબૂચ ગરમીની સીઝનમાં સૌથી વધારે વેચાતુ ફળ છે. કેમ કે લોકો આ સીઝનમાં તરબૂચ ખૂબ ખાતા હોય છે. તરબૂચમાં મિનરલ્સ ભારોભાર હોય છે. વળી તેની અંદર ન્યુટ્રીએન્ટ્સ પણ ઘણા પ્રમાણમાં હોય છે. તરબૂચમાં વિટામીન ઇ, વિટામીન બી૬, અને એમીનો એસીડ પણ ઘણી માત્રામાં હોય છે જે તમને વજન ઓછું કરવામાં મદદરૂપ થશે. તરબૂચની ખાસીયત એ છે કે તેમાં ૯૨% પાણીનો ભાગ હોય છે. જેથી તરબૂચ ખાવાથી તમારી ભુખ સંતોષાય જાય છે અને પાણીનો ભાગ હોવાને કારણે વજન પણ વધતું નથી. વળી તરબૂચ વિટામીન્સથી ભરપૂર હોવાને કારણે શરીરને જોઇતે વિટામીન પણ પ્રાપ્ત થઇ જાય છે.
સક્કર ટેટી
સક્કર ટેટીમાં વિટામીન સી, મિનરલ્સ અને ફાઇબરની માત્રા ખૂબ હોય છે. ઘણીવાર એવું બનતું હોય છે કે અમુક લોકોને ગળી વસ્તુ ખૂબ ભાવતી હોય છે. પણ તેમા રહેલી શુગર વજન વધારી દેશે તેવો ભય પણ આપણને લાગતો હોય છે. આ ભયમાંથી મુક્ત થવા અને ગળી વસ્તુની ઇચ્છા પુરી કરવા તમે સક્કર ટેટી ખાઇ શકો છો. તે ખાવાથી વજન પણ ઘણે છે.
કેરી
મોટેભાગે આપણાંમાં એ ખોટી માન્યતા છે કે કેરીથી વજન વધે છે. આ વાત સાવ ખોટી છે. અલબત્ત કેરીના રસમાં ખાંડ અને ઘી નાખીને તેને રોટલી સાથે ખાવામાં આવે તો વજન ચોક્કસ વધે છે, પરંતુ એકલી કેરેની ચીર ખાવામાં આવે તો વજન વધવાને બદલે તમારી ભુખ સંતોષાય છે અને વજન ઘટે પણ છે. ઘણાં ડાયટીશીયન વજન ઘટાડવા માટે ઉનાળામાં કેરી ખાવાની સલાહ આપતાં હોય છે. કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે. કેરી શરીર માટે ખૂબ ગુણકારી છે. તેમા વિટામીન ઇ, સી અને ડી ત્રણેય મળે છે. જે શરીરમ માટે ખૂબ લાભદાયી છે. જે વ્યક્તિને કબજીયાતની તકલીફ હોય તેના માટે પણ કેરી શ્રેષ્ઠ છે. તે કબજીયાતને દુર કરવાનું કાર્ય કરે છે.
અનાનસ
જે વ્યક્તિ વજન ઘટાડવાની ઇચ્છા રાખતું હોય તેણે પોતાના ડાયટ ચાર્ટમાં અનાનસનો સમાવેશ પણ કરવો જોઇએ. કેમ કે અનાનસ તમારા શરીરનું મેટાબોલીઝમ મજબૂત બનાવે છે અને જેના કારણે પાચનશક્તિ પણ સારી થાય છે. તેથી જ અનાનસના નિયમીત સેવનથી તમારી પાચનશક્તિ મજબૂત બનીને તમારું વજન પણ ઘટે છે.
લિચી
લિચીમાં એન્ટીઓક્સીડન્ટ અને મિનરલ્સ ભરપૂર પ્રમાણમાં હોય છે. તેથી વજન ઘટાડવા માટે જે ફ્રુટ ચાર્ટ તમે રોજે ખાવાનું પસંદ કરો છો તેમા લિચીનો સમાવેશ અચુ કરો. લિચીમાં રહેલા એન્ટીઓક્સીડન્ટ વજન ઘટાડવાની સાથે સાથે શરીરની રોગપ્રતીકારક શક્તિ પણ મજબૂત બનાવે છે.
પ્લમ્સ
પ્લમ્સમાં સપર્બીટ્રોલ અને ડાયટરી ફાઇબર્સ અઢળક હોય છે. જે શરીરનું વજન ઘટાડવામા મદદરૂપ થાય છે. આ ફળ ખાસ ડાયાબીટીસના દરદીઓ માટે ઉત્તમ છે. એવા ડાયાબીટીસના દરદી જે વજન ઘટાડવા માંગતા હોય તેમણે પ્લ્મ્સ ખાવા જોઇએ.
પીચ
પીચ વજન ઘટાડવા, પાચન મજબૂત બનાવવા તેમજ ત્વચા ચમકીલી બનાવવા એમ ત્રણ ત્રણ બાબત માટે લાભદાયી છે. તેથી ડાયટ ચાર્ટમાં પીચનો પણ સમાવેશ કરવો જોઇએ.
naari@sandesh.com
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post વજન ઘટાડવા ઉનાળામાં કરો આ 7 સ્વાદિષ્ટ ફળનું સેવન appeared first on Sandesh.
from Nari – Sandesh http://sandesh.com/weight-loss-to-make-the-summer-7-delicious-fruit-intake/
via Best Gujarati News
0 Comments