અમેઠીમાં ભાજપના કાર્યકર્તાની કરપીણ હત્યા, દીકરાએ કોંગ્રેસ પર મૂકયો સણસણતો આરોપ
કોંગ્રેસના ગઢ અમેઠીથી ભાજપ નેતાન સ્મૃતિ ઇરાનીની જીતના બે દિવસ બાદ જ તેમના નજીક મનાતા નેતા સુરેન્દ્ર સિંહની ગોળી મારી હત્યા કરી દેવાઇ છે. ઘટનાથી ગામના લોકોમાં ખૂબ જ આક્રોશ છે. સુરેન્દ્ર સિંહના પરિવારે હત્યાનો આરોપ સ્થાનિક કોંગ્રેસ નેતાઓ પર લગાવ્યો છે. બીજીબાજુ અમેઠીના નવા ચૂંટાયેલા સાંસદ અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની દિલ્હીથી અમેઠી માટે રવાના થઇ ગયા છે. અહીં તેઓ સુરેન્દ્રના પરિવારને મળશે.
અમેઠીના બરૌલિયાના પૂર્વ પ્રધાન સુરેન્દ્ર સિંહની શનિવારની મોડી રાત્રે અંદાજે ત્રણ વાગ્યે હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી દીધી. સુરેન્દ્રના ભાઇ નરેન્દ્ર સિંહ અને દીકરા અભય પ્રતાપ સિંહે કહ્યું કે સ્મૃતિ ઇરાનીની ચૂંટણીમાં તેઓ સતત એક્ટિવ રહ્યા, સ્મૃતિને જીતાડવામાં સુરેન્દ્રની ખૂબ જ અગત્યની ભૂમિકા હતી. રાહુલ ગાંધીના હારવાથી કેટલાંય કોંગ્રેસી નારાજ હતા.
દીકરા અભય એ કહ્યું કે સ્મૃતિ ઇરાનીની જીતને લઇ અમે લોકો જશ્ન પણ મનાવી રહ્યા હતા, જે કેટલાંય કોંગ્રેસ સમર્થકોને સારું નહોતું લાગતું. કયાંક ને કયાંક રાજકીય દ્વેષના લીધે પિતાની હત્યા કરાઇ. અમે સ્મૃતિ ઇરાનીને અપીલ કરીએ છીએ કે પિતાના હત્યારાને ઝડપથી ધરપકડ કરાવી સજા અપાવે.
Son of Surendra Singh, ex-village head of Barauli, Amethi who was shot dead y'day: My father was a close aide of Smriti Irani&used to campaign 24/7. After she became MP, Vijay Yatra was carried out. I think some Congress supporters didn't like it,we have suspicions on some people pic.twitter.com/JKeWj2RsMo
— ANI UP (@ANINewsUP) May 26, 2019
હત્યાની ઘટના બાદથી ગામમાં ખૂબ જ તણાવ છે. ઘટનાસ્થળ પર મોટી સંખ્યામાં પોલીસ બળ તૈનાત કરવાની સાથે જ હુમલાખોરોની તપાસમાં દરોડા પાડવાનું શરૂ કરી દીધું છે. એસપી અમેઠી રાજેશ કુમારે કહ્યું કે સુરેન્દ્ર સિંહ પોતાના ખાટલામાં સૂતા હતા, ત્યારે મોડી રાત્રે તેમની ગોળી મારી હત્યા કરાઇ. પોલીસે કેટલાંક શંકાસ્પદોની ધરપકડ કરી લીધી છે અને તેમની પૂછપરચ્છ કરી રહ્યાં છે.
આસપાસના ગામડાઓમાં હતો સુરેન્દ્રનો પ્રભાવ, સ્મૃતિની જીતમાં અગત્યની ભૂમિકા
સુરેન્દ્ર સિંહે 2019 લોકસભા ચૂંટણીમાં સ્મૃતિ ઇરાનીના ચૂંટણી પ્રચારમાં ખૂબ જ અગત્યની ભૂમિકા નિભાવી હતી. સ્થાનિક લોકોના મતે કેટલાંય ગામમાં તેમનો ખાસ્સો પ્રભાવ છે, તેનો ફાયદો આ ચૂંટણીમાં સ્મૃતઇ ઇરાનીને મળ્યો હતો. સ્મૃતિએ અમેઠીમાં રાહુલ ગાંધીને હરાવીને કોંગ્રેસના ગઢમાં કમળ ખિલવવાનું કામ કર્યું છે. તેમાં સુરેન્દ્ર સિંહનો પણ રોલ અગત્યનો કહેવાય છે. આપને જણાવી દઇએ કે બરૌલિયા એ ગામ છે જેને મનોહર પાર્રિકરે દત્તક લીધું હતું. એસપી રાજેશ કુમારે કહ્યું કે ગામમાં મોટી સંખ્યામાં પોલીસ બળ તૈનાત કરાયું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post અમેઠીમાં ભાજપના કાર્યકર્તાની કરપીણ હત્યા, દીકરાએ કોંગ્રેસ પર મૂકયો સણસણતો આરોપ appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/smriti-irani-close-aide-shot-dead-in-amethi-family-blames-congress-workers/
via Best Gujarati News
0 Comments