મધુવનની મહેક :- ડો. સંતોષ દેવકર

“આજે દરિયો તોફની છે.”

“દરિયાના તોફનને જોવાની મજા જ કંઈક ઓર છે .”

“અરે .. પણ તમે આ નાનીશી હોડી લઈને દરિયામાં…. તમને બીક નથી લાગતી.”

“ના સાહેબ, દરિયાખેડૂના છોરાને વળી ડર કેવો !!!”

“દરિયો શાંત હોય તો… તો ઠીક પણ….. આ મોજાં તો જુઓ!! કેવા ઉછળે છે તેમાં તમે ..!”

“ દરિયો તો અમને રોજીરોટી આપે છે .”

યુવાને દ્રઢતાપૂર્વક જવાબ વાળ્યો હતો.

ઉનાળું વેકેશનમાં દરિયા કિનારે ફ્રવા જવાનું બનેલું. શહેરી જીવન અને મેગા સિટીથી કંટાળીને લોકો પર્વતો- નદીઓ અને દરિયાના સાંનિધ્યમાં શાતા શોધવા નીકળી પડતા હોય છે. ત્યાં તોફની દરિયામાં એક યુવાન પોતાની હોડી લઈને ઝંપલાવે છે. અમારી સાથેના એક સજ્જને એ યુવાનને પ્રશ્ન કર્યો હતો .

“ભાઈ, તું યુવાન છે તે સાચું, તારો જુસ્સો અને હિંમત જોતાં તું કરી શકે એમ છે, પણ અત્યારે દરિયો તોફને ચડયો છે.”

“ડર સાથે અમારે દુશ્મની નહીં પણ દોસ્તી છે અને હા, દરિયો તો અમને રોજીરોટી આપે છે.” યુવાને જવાબ આપ્યો હતો.

“આ દરિયો તારા પરિવારનું ભરણપોષણ કરે છે, સાથે સાથે તારા સ્વજનોને ડુબાડે પણ છે.”

“ હા મારા પિતા, દાદા અને બે કાકાઓ દરિયામાં જ મૃત્યુ પામ્યા છે.” યુવાને ખુલાસો કરતાં કહ્યું .

“તો પછી એ જાણવા છતાં કે તારા ઘણા બધા સંબંધીઓ તેમાં તણાઇ ગયા છે ત્યારે આવા તોફની દરિયામાં જતા તને ડર લાગવો જોઈએ.”

“ મારે શા માટે ડરવું જોઈએ?” યુવાને સામો પ્રશ્ન કર્યો .

“રોજી- રોટીની વાત સાચી પણ…. જીવ જોખમમાં મૂકીને !!!”આ સાંભળીને યુવાને ધારદાર પ્રશ્ન કર્યો હતો. તેણે પૂછી લીધેલું: “તમારા પિતા અને દાદા પથારીમાં મૃત્યુ પામ્યા હશે તો શું તમે તમારી પથારીમાં સૂતા ડરો છો કે પછી પથારીમાં સ્વજનોના મૃત્યુ થવાથી તમે પથારીમાં સૂવાનું બંધ કરી દીધું ?”

યુવાનના આ વેધક સવાલથી હોડીમાં બેઠેલા લોકો અવાક થઈ ગયા. વાતાવરણમાં સ્તબ્ધતા છવાઈ ગઈ. તેની વાત સાચી હતી.

સાહસ વગર સિદ્ધિ નથી. સાહસ નહીં હોય તો બાકીના ગુણો બારણે જ અટકી પડશે. સાહસ અને હિંમત ભેગા થાય પછી સફ્ળતા હાથવેંતમાં હોય છે. જ્યાં સાહસ છે ત્યાં યુવાન છે, જ્યાં હિંમત છે ત્યાં યુવાન છે, જ્યાં યુવાન છે ત્યાં ઉત્સાહ છે, જ્યાં ઉત્સાહ છે ત્યાં પ્રસન્નતા છે, જ્યાં પ્રસન્નતા છે ત્યાં સફ્ળતા છે.  કોઇ રિક્ષાવાળો ટ્રાફ્કિના ડરથી રિક્ષા ફેરવવાનું છોડી દઇ શકે !! કોઇ નેતા હારી જવાના ડર ડરથી ચૂંટણી લડવાનું માંડી વાળશે. ધંધામાં ખોટ જવાનો ડર રાખવાથી વેપારી ધંધો કેવી રીતે કરી શકે ?

મૃત્યુ અનિવાર્ય છે અને તેનો ડર રાખવો તે મૂર્ખતા છે .. અમુક પ્રકારના રોગ પીડાદાયક હોય છે. પરંતુ મૃત્યુ પોતે પીડાદાયક નથી. એવું પણ બને કે મૃત્યુ ક્યારેક એ પીડામાંથી રાહત પણ અપાવી શકે !!

દરિયો તો માઇ-બાપ છે તારેય ખરો અને ડુબાડેય ખરો. દરિયાના પાણીથી અમે ડરતા નથી સાહેબ, પાણીથી અમે દોસ્તી કરી લીધી છે. અમને દરિયા વગર ચાલે તેમ નથી. દરિયા વગરના જીવનની કલ્પના કરવી અમારા માટે મુશ્કેલ છે. રાત્રે સુતી વખતે પણ દરિયાનો ઘૂઘવાટ ન સંભળાય તો ઊંઘ નથી આવતી. અને હા…દરિયો શાંત હોય ત્યારે વળી શુંધાડ મારવાની !! પણ જો તોફને ચડયો હોય તો તેનો પડકાર ઝીલવાની મજા જ કંઇ ઓર હોય છે.

એ દરિયાખેડૂ યુવાનના શબ્દો કેટલાય સમય સુધી પડઘાતા રહ્યા.

મિસરી  

કંઇક અલગ કરવાનુ મન થયુ હોય તો કહેજે

ફ્રી મળવાનું ખુદને મન થયુ હોય તો કહેજે.

અમરીશ શુક્લ

santoshdevkar03@gmail.com

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post દરિયો શાંત હોય ત્યારે વળી ધાડ શું મારવાની appeared first on Sandesh.



from Sanskar – Sandesh http://sandesh.com/the-sea-calm-as-when-there/
via Best Gujarati News

0 Comments