એક બાજુ પતિની બેવફાઇ બીજી બાજુ સમાજનું દબાણ, કંટાળેલી મહિલાએ ભર્યું ‘આ’ પગલું
મહિલાઓ પરના અત્યાચારમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે ,ખાસ તો પરિણીત મહિલાઓ પર સસરિયાઓ તરફથી ત્રાસ આપવાના બનાવોમાં પણ વધારો થઈ રહ્યો છે ત્યારે અમદાવાદમાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં પતિ અને સમાજના ત્રાસથી મહિલા આત્મવિલોપન કરવા કલેકટર કચેરી પહોંચી હતી જ્યાં હાજર પોલીસ દ્વારા મહિલાને રોકી દેવામાં આવી હતી અને પોલીસ નજીકની પોલીસ ચોકી લઈ જવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા ઉષા મૌર્ય નામની મહિલાએ પતિ અને સમાજના ત્રાસથી કંટાળીને કલેકટર ઓફીસ ખાતે આત્મવિલોપન કરવા પહોંચ્યા હતા. જ્યાં તેમને પોતાના શરીર પર પેટ્રોલ પણ છાંટી દીધું હતું. પરંતુ હાજર પોલીસની નજર જતા મહિલાને અટકાવી દીધી હતી અને મહિલાને સુભાષબ્રિજ ખાતે પોલીસ ચોકી ખાતે લઈ જવામાં આવી હતી.
મહિલાએ પોતાના પતિ અને સમાજના ત્રાસથી આ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું હતું. મહિલાના પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધ હતા અને મહિલાને તેનો પતિ ત્રાસ આપતો હતો ઉપરાંત સમાજ દ્વારા પણ મહિલાને ત્રાસ અપાતો હોવાનું મહિલાએ જણાવ્યું હતું. પોલીસે આ સમગ્ર મામલે મહિલાની અટકાયત કરીને કાર્યવાહી હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post એક બાજુ પતિની બેવફાઇ બીજી બાજુ સમાજનું દબાણ, કંટાળેલી મહિલાએ ભર્યું ‘આ’ પગલું appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/ahmedabad-women-tried-suicide-by-husband-and-society-torture/
via Best Gujarati News

0 Comments