સ્વામીનારાયણ સંપ્રદાયનાં ભક્તો માટે આંચકારૂપ ઘટના, ગઢડા મંદિરમાં થઇ મારામારી
ગઢડા ગોપીનાથ મંદિર વધુ એક વખત મારામારીની ઘટનાને લઈ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. ગઢડા મંદિરમાં સ્વામીનારાયણ સંપ્રદાયમાં ન શોભે તેવી ઘટના ફરી સામે આવતા સ્વામીનારાયણ સંપ્રદાયના લાખો હરીભક્તોના હૃદયને ઠેસ પહોંચી છે. હાલમાં ગઢડા ગોપીનાથજી મદિરમાં મારામારીના વીડિયો વાયરલ થઇ રહ્યો છે. તમને જણાવી દઇએ કે, 16 વર્ષ બાદ આચાર્યએ મંદિરમાં પ્રવેશ કર્યો હતો ત્યારે મંદિરમાં આચાર્ય રાકેશપ્રસાદનો વિરોધ થયો હતો. મહિલાઓ દ્વારા આચાર્યનો વિરોધ કરતા ઘર્ષણ થયું હતું અને મારામારીનાં દ્રશ્યો સર્જાયા હતાં.
પ્રાપ્ત માહિતી પ્રમાણે, ગઈકાલે સાંજે ગઢડામાં આવેલા ગોપીનાથ સ્વામીનારાયણ મંદિરમાં મહિલાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. પોલીસે બુટ ચંપલ પહેરી મંદિરમાં પ્રવેશ કર્યો અને મહિલાઓ તથા પોલીસ વચ્ચે આ બાબતે ઘર્ષણ પણ થયું હતું. પોલીસ અને હરિભક્તો વચ્ચે મંદિરમાં ઘર્ષણ સર્જાયું હતું જેને લઇ સ્વામીનારાયણ સંપ્રદાયના 200 વર્ષના ઈતિહાસમાં ન બન્યું હોય તેવી ઘટના સર્જાઈ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post સ્વામીનારાયણ સંપ્રદાયનાં ભક્તો માટે આંચકારૂપ ઘટના, ગઢડા મંદિરમાં થઇ મારામારી appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/gadhada-swaminarayan-temple-police-and-woman-clash/
via Best Gujarati News
0 Comments