સુરત અગ્નિકાંડ: 22 નિર્દોષ જિંદગીઓના આ છે હત્યારાઓ, જેના પર હતો સુરતીઓને વિશ્વાસ
સરથાણા જકાતનાકા પાસેના તક્ષશિલા આર્કેડમાં આવેલા નાટા ક્લાસિસમાં ભડકેલી આગમાં 22 નિર્દોષ વિદ્યાર્થી કાળનો કોળિયો બનાવવાની ઘટનાને પગલે શહેરીજનો હચમચી ઊઠયાં છે. ક્લાસિસના સંચાલકો દ્વારા દાખવવામાં આવેલી ગુનાહિત બેદરકારીની ચોંકાવનારી માહિતી જાણવા મળી રહી છે. તક્ષશિલા આર્કેડમાં જે આગ લાગી એ કોઇ દુર્ઘટના નહોતી. આ એક વારંવાર કરાયેલા ભ્રષ્ટાચારનું પરિણામ હતું. આ આગ આજે નહીં તો કાલે લાગવાની જ હતી. અફસોસ એ વાતનો છે કે આગમાં ભ્રષ્ટાચારીઓએ રચેલા આ હત્યાકાંડમાં બળીને ભડથુ થઇ ગયેલા તે 22 નિર્દોષ જિંદગીઓનો છે.
આ હત્યાકાંડ માટે જવાબદાર માત્ર ગેરકાયદે બાંધકામ કરનાર બિલ્ડર જિગ્નેશ પાઘડાળ, હરસુખ વેકરીયા કે ભાર્ગવ બૂટાણી જ નથી, પરંતુ એ તમામ માથાઓ છે જેના પર સુરતે વિશ્વાસ રાખ્યો હતો. કે જે નપુંસકોને પોતાના ખિસ્સાઓ જ ભરવામાં રસ હતો.
આવા લાલચના ગુલામ નપુંસક લોકોમાં મ.ન.પા અને વીજ કંપનીના અધિકારીઓ પણ સામેલ છે. આ ગુનાનું મુખ્ય મૂળ શરૂ થાય છે વીજ કંપનીથી જેણે હજુ તો મ.ન.પા આ બિલ્ડિંગની મંજૂરી આપે કે ન આપે તે પહેલા તો વીજ જોડાણ આપી દિધા. અને આ જ વીજ જોડાણના જોર પર બિલ્ડિંગની આગળની કાર્યવાહી થઇ ગઇ. નિર્મલનગર સોસાયટીના કોમન પ્લોટમાં કોઇપણ જાતની પરવાનગી વિના તક્ષશિલા આર્કેડ ઉભુ કરી દેવાયું. જેને 2013માં સરકારી ચોપડા પર 83 હજારની ઇમ્પેક્ટ ફી અને પાછળના દરવાજેથી કરોડોના વહિવટ થઇ ગયા બાદ કાયદેસર કરી દેવામાં આવી. સોસાયટીના કોમન પ્લોટમાં ગેરકાયદે બાંધકામ ઉભુ થઇ જાય, તેને વીજ જોડાણ મળી જાય, તેમા વીજ વપરાશ દિવસે-દિવસે વધતો જાય, બિલ્ડિંગના માળ પર માળ ચણાતા જાય અને વર્ષો સુધી ન તો મનપાને, ના તો વીજ કંપનીને, ના તો સ્થાનિક રહીશોને, કે ના તો સોસાયટીના સત્તાધિશોને… કોઇને પણ પોતાની નૈતિક ફરજ ન સમજાઇ. એનું જ પરીણામ મળ્યું કે, 22 નિર્દોષ જિંદગીઓ એમના ભ્રષ્ટાચારના ભોરિંગમાં આગમાં લપેટાઇને ખતમ થઇ ગઇ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post સુરત અગ્નિકાંડ: 22 નિર્દોષ જિંદગીઓના આ છે હત્યારાઓ, જેના પર હતો સુરતીઓને વિશ્વાસ appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/surat-agnikand-these-are-the-murderers-of-22-innocent-students/
via Best Gujarati News
0 Comments