તક્ષશિલા આર્કેડની આગ ઉપર રાજકીય રોટલા શેકવા નિકળેલા હાર્દિક પટેલની અટકાયત
22 યુવાઓને ભરખી જનારી તક્ષશિલા આર્કેડની આગ ઉપર રાજકીય રોટલા સેકવા નિકળેલી કોંગ્રેસી નેતા હાર્દિક પટેલ કફોડી સ્થિતિમાં મૂકાયો હતો. ગઇકાલના ટપલી દાવ પરથી પણ શબક નહીં શિખનાર હાર્દિક તક્ષશિલાની બહાર અનશન પર બેસવાની જીદ કરતાં પોલીસે તેની લસકાણા ચેકપોસ્ટ પાસેથી અટકાયત કરી હતી.
મળતી વિગતો પ્રમાણે સરથાણા સ્થિત તક્ષશિલા આર્કેડની આગમાં ભડથું થઇ જતા 22 વિદ્યાર્થીઓએ જિંદગી ગૂમાવી દીધી હતી. ગત રવિવારે બપોરે કોંગી નેતા હાર્દિક પટેલે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. આ દરમિયાન પાસ નેતા અલ્પેશ કથિરિયાના સમર્થકોએ હાર્દિક સાથે ટપલીદાવ કર્યો હતો. જેને પગલે ભારે હંગામો મચી ગયો હતો. પોલીસે કોર્ડન કરી ર્હાિદક પટેલને બચાવી લીધો હતો. દરમિયાન હાર્દિક પટેલે મૃતકોને ન્યાય મળે અને ઘટના માટે જવાબદારો સામે કડક એક્શન લેવાય તેવી માંગ સાથે સોમવારે સાંજે તક્ષશિલા આર્કેડની બહાર અનશન પર બેસવાની જાહેરાત કરી હતી. આજે સવારે હાર્દિક પટેલ મૃતકોના પરિવારજનોને સાંત્વના આપવા તેઓના ઘરે જવા નીકળ્યો હતો ત્યારે લસકાણા ચેકપોસ્ટ પાસે જ પોલીસે તેની કારને આંતરી લીધી હતી. એસીપી, પીઆઇ સહિતના પોલીસ કાફલાએ કારનો ઘેરાવ કરી અંદર બેસેલા હાર્દિક પટેલ અને નિખિલ સવાણીની અટકાયત કરી હતી. આ બનાવને પગલે લસકાણા ચેકપોસ્ટ પર ભારે અફરાતફરી મચી ગઇ હતી. વધુમાં કાયદો-વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પોલીસ બંનેને ઇચ્છાપોર પોલીસ મથકે લઇ ગઇ હતી અને સાંજના સુમારે તેને છોડી મુકાયો હતો. દરમિયાન પોલીસ મથકમાં પણ હાર્દિકે ઉપવાસ કર્યા હોવાનું જાણવા મળે છે.
તક્ષશિલાની બહાર ઉપવાસ પર બેસેલા કોંગી કાર્યકરોની અટક
તક્ષશિલા આર્કેડની આગમાં 22 જીંદગી હોમાઇ છે. અકાળે મોતને ભેટેલા આ યુવાઓના આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના કરવાના સ્થાને અહીં પણ રાજકીય રોટલા સેકવા કોંગ્રેસીઓ નિકલી પડયા હતાં. તક્ષશિલાની બહાર આજે સાંજે કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો ઉપવાસ પર ઉતર્યા હતા. શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકા, દિનેશ કાછડિયા સહિતના હોદ્દેદારો-કાર્યકરો ઉપવાસ પર બેઠાં હતા ત્યારે પોલીસે તુરંત સ્થળ પર ધસી જઇ તમામ કોંગ્રેસીઓને ડિટેઇન કર્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post તક્ષશિલા આર્કેડની આગ ઉપર રાજકીય રોટલા શેકવા નિકળેલા હાર્દિક પટેલની અટકાયત appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/surat-hardik-patels-detention-at-fire-tragedy/
via Best Gujarati News
0 Comments