સરદારનગરમાં પતિ પત્ની ઔર વોનો કિસ્સો બહાર આવ્યો છે. પત્નીનો પ્રેમી પતિને વારંવાર વોટસઅપ કોલ કરી ધમકી આપતો હતો. પત્નીને છુટાછેડા આપી દે નહી તો જાનથી મારી નાખીશ તેમ કહેતો હતો. કંટાળી ગયેલા પતિએ પ્રેમીના ત્રાસથી ફિનાઇલ પી લીધુ હતુ. લોકોએ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડયો હતો. સરદારનગર પોલીસે 27મી મેના રોજ હેમંત સિન્દે સામે ફરિયાદ લઇ તપાસ હાથ ધરી છે.

નાના ચિલોડા ગોલ્ડન બંગ્લોઝમાં જીતેન્દ્ર કાકા, કાકી અને પોતાની પુત્રી સાથે રહે છે અને માણેક ચોક ખાતે કપડાનો પથારો લગાવી કપડાનો વેપાર કરે છે. તેના લગ્ન 2011માં ઇશાની(નામ બદલેલ છે) સાથે થયા હતા. લગ્ન જીવન દરમિયાન એક પુત્રીનો જન્મ થયો હતો. લગ્ન બાદ પૂણે બાનેર પાઇન વુર્ડ કોપરેટીવ હાઉસીંગ સોસાયટીમાં રહેતા હેમંત સિન્દે સાથે જતી રહેતી હતી અને બાદમાં ઘરે પણ આવી જતી હતી. તાજેતરમાં 15 એપ્રિલે 2019ના રોજ ફરી ઇશાની જતી રહી હતી. આ બાબતે સરદારનગર પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ દાખલ કરાવી હતી.

દરમિયાનમાં 17 મે બપોરે 2.14 વાગ્યે વોટ્સઅપ કોલ આવ્યો અને જણાવ્યુ કે, તારી પત્ની મારી સાથે છે તુ તારી પત્નીને છુટા છેડા આપી દે નહી તો જાનથી મારી નાખીશ. બાદમાં ફરી 20મે ના રોજ બપોરે હેમંત સિન્દેનો ફોન આવ્યો અને હવે તુ ઇશાનીના આ મોબાઇલ પર ફોન કરીશ તો તને ઉડાવી દઇશ અને જાનથી મારી નાખીશ. મનમાં લાગી આવતા જીતેન્દ્રએ ૨૧મેએ ફિનાઇલ પી લીધું હતુ. આ અંગે પોલીસે હેમંત સિન્દે સામે ગુનો નોધી તેની શોધખોળ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ‘તારી પત્નીને છુટાછેડા આપી દે નહી તો…’ ગભરાયેલા પતિએ ભર્યું હિંચકારૂ પગલું appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/i-do-not-divorced-my-wife-husband-said-i-will-kill-my-self/
via Best Gujarati News

0 Comments