રથયાત્રાની તૈયારીના ભાગરૃપે એસઓજીએ હાથ ધરેલી સઘન ઝૂંબેશમાં શહેરમાંથી ગેરકાયદેસર રીતે 47 બાંગ્લાદેશી યુવકોને શોધી કાઢી નજરકેદ કરવામાં આવ્યા છે. આ યુવકો છેલ્લા ઘણા સમયથી શહેરના દાણીલીમડા, ચંડોળા, શાહઆલમ, વટવા, નવા નરોડા, કૂબેરનગર, હાથીજણ, જૂના વાડજ, ઈસનપુર સહીતના વિસ્તારોમાં રહેતાં હોવાની વિગત મળી છે. જૂના વાડજ, સોલા, કૂબેરનગર, નવા નરોડા, વટવા અને હાથીજણના હિન્દુ વિસ્તારમાં પણ ગુજરાતીઓ કોઈપણ આધાર પૂરાવા વગર આ યુવકોને ભાડે મકાન ફાળવ્યા હતા.

પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરીને ગેરકાયેદસર રહેતાં બાંગ્લાદેશી યુવકોને મકાન કે દૂકાન ભાડે આપનાર માલિકો સામે કાર્યવાહી કરવાની તજવીજ એસઓજીએ હાથ ધરી છે. એસઓજીની તપાસમાં પકડાયેલા ૪૭માંથી ચાર તો અગાઉ ડિપોર્ટ થયા બાદ પરત આવી ગયા હતા.

એસઓજીએ ઝડપેલા યુવકોમાં આમીરૌલ ચૌદુરી, દુલ્લુ શેખ, ફુરકાન શેખ, ઈનામુલ શેખ, ઈરફાન શેખ, મન્દર શેખ, મો.પરવેઝ કાઝી, મુતાલીફ મૌલીક, સબુસ સિદ્દર, સાહીલ શેખ, સિમુલ શેખ, સોબુજ શેખ, સોહેલ શેખ, નીરબ મલેક, નીલુ શેખ, મો.મુસ્તુફા શેખ,મો.હમીમ શરીફ, યુસુફ શેખ, હબીબુલ શેખ, સલીમ અલી, ઈનામુલ શેખ, મો.ઈસ્લામ શેખ, રાના શેખ, લીટન માતબર, શરીફ શેખ, સિમીલુ શેખ, ઈકરામુલ શેખ, રમઝાન શેખ, રીઝાઉલ મુલ્લા, રાકીબુલ મુલ્લા, રાણા શેખ, શાહીન મુલ્લા, તોરીકુલ ગાજી, નાસીદુલ જોદ્દર, બપ્પી મુલ્લા, શજાહન જોદ્દર, સાહીન મુલ્લા, ઝમાલ શેખ, મો.શૈદુલ મુલ્લા, આલીમ શેખ, મુનીર શેખ, રીયાઝ શેખ, સુમન સદુર, અબ્દુલરસીદ શેખ, મો.જાકીર મંડલ અને સોફીકુલ શેખનો સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post રથયાત્રાના પગલે શહેરમાં ચેકિંગ કરવા ગયેલ પોલીસને 47 બાંગ્લાદેશી હાથે લાગ્યા appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/47-bangladeshi-youths-have-been-traced-and-imprisoned/
via Best Gujarati News

0 Comments