સાણંદ-વિરમગામ હાઈવે પર ભાગ્યોદય હોટલની પાસે આવેલ કેમીકલ કંપનીમાં અચાનક જ આગ ભભુકી ઉઠી હતી કેમીકલની કંપની હોવાથી ગણતરીની મનીટોમાં જ આગે વિકરાળ સ્વરૃપ ધારણ કરી લીધું હતું.

બનાવની વિગત એવી છે કે સાણંદ વિરમગામ હાઈવે પર ભાગ્યોદય હોટલ પાસે આવેલ જય અંબે કેમીકલ નામની કંપનીમાં આગ લાગી હતી અને જોતજોતામાં તેણે વિકરાળ સ્વરૃપ ધારણ કર્યું હતું બનાવની જાણ ફાયર બ્રિગેડને કરાતાં તુરંત જ સાણંદ નાં બે ફાયર ફાઈટરો દ્વારા આગ બુઝાવવાની કામગીરી શરૃ કરી દેવાઈ હતી તથા ટાટાનેનો માંથી પણ એક ફાયર ફાઈટર કામે લગાડી દેવાયું હતું તથા અમદાવાદથી બીજા સાત ફાયર ફાઈટરો બોલાવાયા હતા.

આમ ટોટલ 10 ફાયર ફાઈટરો યુદ્ધનાં ધોરણે આગ બુઝાવવામાં કામે લગાવી દેવામાં આવશે.આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી 3 ફાઈટરો દ્વારા સતત પાણીનો મારો ચલાવાઈ રહ્યો છેે.પરંતુ આગ એટલી વિકરાળ છે. દુર-દુર સુધી તેનાં ધુમાડા જોવા મળી રહ્યા હતા. જોકે આ સમાચાર લખાઇ રહ્યા છે ત્યાં સુધી આગ પર કાબૂ મેળવી શકાયો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post અમદાવાદામાં એક જ દિવસમાં ચોથી આગની ઘટના, સાણંદની કેમીકલ કંપનીમાં વિકરાળ આગ appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/fierce-fire-in-sanands-chemical-company/
via Best Gujarati News

0 Comments