૧,૦૦૦ કરોડનું ડ્રગ્સ દ્વારકાનો આરોપી રમજાન પિયાણી રિસીવ કરવાનો હતો
। ભુજ ।
ભારતીય જળ સીમામાં પકડાયેલી પાકિસ્તાનની અલ મદીના બોટમાંથી રૂ. ૧૦૦૦ કરોડના ડ્રગ્સનો જથ્થો પકડાયા બાદ તેના રિસીવર બેટ દ્વારકાના રમજાન ગની આમદ પિયાણીની ડીઆરઆઈએ ધરપકડ કરી છે.જયારે અલ મદીના નામની બોટમાં આવેલા છ પાકિસ્તાની શખ્સોના બે દિવસના રિમાન્ડ પુરા થતા સેશન્સ કોર્ટે તમામ આરોપીઓને જેલમાં મોકલી આપ્યા છે. બીજી તરફ બોટ દ્વારકાના પકડાયેલા રમજાન ગની આમદ પિયાણી સાથે બીજા સામેલ કોણ કોણ હતા તેની માહીતી ડીઆરઆઈ અને એટીએસના અધિકારીઓએ મેળવી છે. આગામી દિવસોમાં આ કૌભાંડમાં સામેલ ડ્રગ્સ માફિયાઓની ધરપકડ થાય તેવી શકયતાઓ છે. એક હજાર કરોડના બ્રાઉન હેરોઈન અને બેઝિક આલ્કલોઈડ ડ્રગ્સ ભારતના બેટ દ્વારકાના શખ્સ મારફતે દીલ્હીમાં મોકવવાનું હોવાનું તપાસમાં બહાર આવ્યુ હતુ.
કોસ્ટગાર્ડે દિલધડક ઓપરેશન કરી છ પાકિસ્તાનીઓને ભારતીય જળસીમામાં ૧ હજાર કરોડના ડ્રગ્સ સાથે ઝડપી પાડયા હતા. ૬ પાકિસ્તાનીઓ સિન્ડિકેટમાં કરાંચીથી ડ્રગ્સ લોડ કરીને ભારતમાં આપવા માટે અલ મદીના નામની બોટમાં લઈ આવ્યા હતા. આ અંગે ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઈન્ટેલિજન્સના સૂત્રોએ જણાવ્યુ હતુ કે, ડ્રગ્સનો જથ્થો ભારતમાં ઉતારવાનો હતો, જેમાં રિસીવર તરીકે જેની ભૂમિકા તપાસ દરમ્યાન સામે આવી છે તે બેટ દ્વારકાનો રમજાન ગની આમદ પિયાણીની પણ ડીઆરઆઈએ ધરપકડ કરીને જેલમાં મોકલી આપ્યો છે. ડીઆરઆઈની તપાસમાં ખુલ્યુ હતુ કે, રિસીવર તરીકે પકડાયેલા રમજાન પોતની બોટ ફૈઝાને કિરમાણી લઈને મધદરિયામાં ગયો હતો, જેમાં સવાર ૧૩ જેટલા શંકાસ્પદોને જે તે સમયે રાઉન્ડ અપ કરાયા હતા અને તેમની તપાસમાં રમજાનની ભૂમિકા આવી હતી. આરોપી રમજાન ગની ચાર દિવસ પહેલા જ બેટ દ્વારકાથી દરિયામાં જવા નીકળ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ૧,૦૦૦ કરોડનું ડ્રગ્સ દ્વારકાનો આરોપી રમજાન પિયાણી રિસીવ કરવાનો હતો appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/1000-crores-of-drugs/
via Best Gujarati News
0 Comments