ADC બેન્કની બદનક્ષીની ફરિયાદ: રાહુલએ ગેરહાજર રહી મુદતની અરજી આપી, જાણો હવે ક્યારે રહેશે હાજર
નોટબંધી વખતે એડીસી બેંક દ્વારા પાંચ જ દિવસમાં ૭૪૫ કરોડની નોટો બદલવાના મામલે થયેલી બદનક્ષીની ફરિયાદમાં કોગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી આજે મુદતે ગેરહાજર રહીને મુદત અરજી આપી હતી.
આ પછી બીજી એક અરજી આપીને કોર્ટને જણાવ્યું હતું કે, આ કેસમાં મુદતે ગેરહાજર રહેવામાંથી મુકિત આપવા માટે અરજી કરી હતી. જેમાં એડીશનલ ચીફ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ એસ.કે.ગઢવીએ આગામી ૧૨મી જુલાઈના રોજ સુનાવણી માટે રાખી છે. જયારે રાષ્ટ્રીય પ્રવકતા રણદીપ સુરજેવાલા સામે સમન્સની બજવણી નહીં થતા નવેસરથી સમન્સ કાઢવા હુકમ કર્યો છે.
નોટબંધી વખતે એડીસી બેંકમાં ૭૪૫ કરોડની નોટો બદલવા અંગે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યા બાદ રાષ્ટ્રીય પ્રવકતા રણદીપ સુરજેવાલાએ પ્રેસ કોન્ફરન્સ (ટવીટ) કરી હતી. જેના લીધે બેંક અને બેંકના હોદ્દેદારોની બદનક્ષી થતા એડીસી બેંકના ચેરમેન અજય પટેલે મેટે.કોર્ટમાં કોગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી અને રાષ્ટ્રીય પ્રવકતા રણદીપ સુરજેવાલા સામે બદનક્ષીની ફરિયાદ દાખલ કરી હતી.
ફરિયાદમાં એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે, બેંક અને બેંકના હોદ્દેદારોની આઈપીસીની કલમ ૫૦૦ મુજબ બદનક્ષી થઈ છે. કોગ્રેસના રાહુલ ગાંધીએ ૭૪૫ કરોડની નોટ બદલી અંગે ટ્વીટ કરી શાહજાદા ખા ગયા તેમ દર્શાવ્યુ હતુ તે ખોટી વાત છે.
આમ કરીને કોગ્રેસના બે નેતાએ બદનક્ષી કરી હતી.જેમાં કોર્ટે બન્ને નેતાઓ સામે સમન્સ ઈસ્યૂ કર્યા હતા.આ કેસની આજે મુદત હોય રાહુલ ગાંધી તરફથી એડવોકેટ પંકજ ચાંપાનેરીએ કોર્ટને અરજી આપીને જણાવ્યું કે, નહેરુજયંતી હોવાથી રાહુલ ગાંધી ત્યાં વ્યસ્ત છે, જેથી તેઓ હાજર રહી શકે તેન નહીં હોવાથી મુદત આપવા વિનંતી છે.
આ પછી બીજી એક અરજી આપીને કોર્ટને જણાવ્યું કે, આ કેસમાં મુદતે હાજર રહેવામાંથી મુકિત આપવા વિનંતી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ADC બેન્કની બદનક્ષીની ફરિયાદ: રાહુલએ ગેરહાજર રહી મુદતની અરજી આપી, જાણો હવે ક્યારે રહેશે હાજર appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/adc-banks-defamation-complaint-rahul-apologizes-for-absenteeism/
via Best Gujarati News
0 Comments