એવરગ્રીન ડંગરી અને ડંગરી બેલ્ટ આઉટફિટ્સ
ટ્રેન્ડ :- મોના સુતરિયા
સારંગી સવારથી એક એક કરીને કપડાં ફેંદી રહી હતી. આજે સાંજે તેને રીયાના જન્મ દિવસની પાર્ટીમાં જવાનુ હતું, અને આ પાર્ટીમાં તેની સ્કૂલની લગભગ તમામ મિત્રો આવવાની હતી. વળી સારંગીનો બેસ્ટ ફ્રેન્ડ યશ પણ આવવાનો જ હતો. આજે સવારથી સારંગીએ નક્કી કરી લીધું હતું કે પોતે એકદમ સુંદર વસ્ત્રો પહેરીને રીયાના જન્મદિવસની પાર્ટીમાં જશે. પણ સવારથી પોતાના વોર્ડરોબમાં રહેલાં બધાં જ કપડાં એક એક કરીને ચેક કરતાં સારંગીને પાર્ટીમાં પહેરીને જઈ શકાય એવાં એકેય જોડી કપડાં જડયાં નહીં. લગભગ દસેક જોડ કપડાંની ટ્રાય કર્યા બાદ તે થાકી ગઇ, અને બેસી ગઇ. તેને ખૂબ જ ગુસ્સો આવ્યો, શું પહેરવું શું નહી તે વાતે પોતે કન્ફ્યુઝ હોય એ સારંગી માટે અત્યંત ખરાબ સીચ્યુએશન હોય. તેણે ઘડીયાળ સામે નજર કરી તો તેમા એક વાગી ગયો હતો. મમ્મી અને પપ્પા ઓફીસ ગયા હતાં, સારંગી નક્કી જ નહોતી કરી શકતી, એકવાર તો એવો પણ વિચાર આવી ગયો કે રીયાના જન્મદિવસની પાર્ટીમાં પોતે જશે જ નહી. પણ પછી તેણે જ વિચાર્યુ કે મારી બેસ્ટ ફ્રેન્ડ છે, જો હું નહીં જાઉ તો તેને ખોટુ લાગશે. તેણે વિચાર્યુ કે ચાલ ને એક આંટો મોલમા મારી આવું, આમ વિચારી તે મોલમાં જવા નીકળી ગઇ. અહી સારંગીને કેટલીયે સુંદર વસ્તુઓ જોવા મળી. તેમાથી તેણે ડંગરી બેલ્ટ સ્કર્ટની પસંદગી કરી. આ સ્કર્ટ પહેર્યું તો એ ખૂબ જ સુંદર લાગતુ હતું.
ડંગરી બેલ્ટ અને ડંગરી છે એવરગ્રીન
અમુક ફેશન એવી હોય છે કે જે ક્યારેય જુની નથી થતી. જેમ કે ડંગરી. ડંગરીની ફેશન ક્યારેય જુની નથી થતી હોતી. એટલે જ તેને એવરગ્રીન કહેવામાં આવે છે. જો કે ડંગરીમાં પણ હવે કેટલાંય વેરીએશન જોવા મળે છે. પહેલાં જ્યારે ડંગરી નવી નવી ટ્રેન્ડમાં આવી ત્યારે તે માત્ર જીન્સમાં જ મળતી હતી. હવે સમય બદલાયો છે, હવે તેમા ઘણી નવી નવી ડીઝાઇન ઉપલબ્દા છે. જેમ કે ડંગરી પેન્ટ્સ, ડંગરી સ્કર્ટ, ડંગરી શોર્ટ્સ, ડંગરી કેપરી, ડંગરી વનપીસ ફ્રોક વગેરે વગરે. અને હવે જો તમે ફુલ ડંગરી સ્ટાઇલ ન પહેરવા માંગતા હોવ તો ડંગરી બેલ્ટમાં પણ જીન્સ, સ્કર્ટ અને શોર્ટ્સ ઉપલબ્ધ છે. આમાં માત્ર જીન્સ, સ્કર્ટ કે શોર્ટ્સ સાથે માત્ર બેલ્ટ જ એટેચ કરવામાં આવે છે.
જો તમે ઓફીસમાં કે કોલેજમાં ડંગરી પહેરવા માંગતા હોય તો ડંગરી બેલ્ટવાળું ડેનીમ પહેરી શકો છો. ફોર્મલ શર્ટ સાથે ડંગરી બેલ્ટ વાળુ ડેનીમ પરફેક્ટ લૂક આપશે. અને જો ડેનીમ ન પહેરવું હોય તો હવે કોટનના ફોર્મલ પેન્ટમાં પણ આ પ્રકારના ડંગરી બેલ્ટવાળુ પેન્ટ બજારમાં સહેલાઇથી મળી જાય છે. જો તમે પાર્ટીમાં ડેંગરી ટ્રાય કરવા માંગતા હોવ તો સ્કર્ટ અને ફ્રોક ઉપર તમારી પસંદગીનો કળશે ઢોળવો. કેમ કે પાર્ટી લૂક માટે આ બંને ખૂબ જ સુંદર લાગશે, અને તમે બધાંથી અલગ તરી આવશો. આ જ રીતે બહાર ફરવા જવા માટે ડંગરી પહેરવાનું વિચારી રહ્યા હોવ તો ડંગરી શોર્ટ્સ પહેરી શકો છો. આ તમામને તમે ડંગરી બેલ્ટમાં પણ ટ્રાય કરી શકો છો.
હવે તો કોટન લોંગ સ્કર્ટમાં પણ ડંગરી બેલ્ટવાળા સ્કર્ટ અને થ્રી ફોર્થ બજારમાં મળી જાય છે. જો તમે ડેનીમ પહેરીને કંટાળી ગયા હોવ તો ડંગરી બેલ્ટ ટ્રાય કરી શકો છો. ડંગરી બેલ્ટ વાળા કોટન લોંગ અને શોર્ટ સ્કર્ટ અત્યંત સુંદર લાગે છે. વળી સ્કર્ટમાં પણ અત્યંત વેરાઇટી બજારમાં ઉપલબ્ધ છે. જેમ કે સ્કીની સ્કર્ટ, ફ્લેરવાળા સ્કર્ટ વગેરે.
naari@sandesh.com
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post એવરગ્રીન ડંગરી અને ડંગરી બેલ્ટ આઉટફિટ્સ appeared first on Sandesh.
from Nari – Sandesh http://sandesh.com/evergreen-dungari-and-dangari/
via Best Gujarati News
0 Comments