બ્યુટી ક્વેરી :- નેહા દવે

પ્રશ્ન : મારી ઉંમર ૨૫ વર્ષ છે. મારી ત્વચા પ્રમાણમાં ઓઇલી છે. હું સ્મજ ફ્રી કાજળ જ વાપરું છું છતાય તે લગાવ્યા બાદ આશરે બે કલાકમાં તો તે થોડું થોડું આંખ નીચે પ્રસરી જ જાય છે. આમ ન થાય તે માટે શું કરવું જોઇએ? કેમ કે એકવાર કાજલ પ્રસરવાનું ચાલુ થાય છે પછી આખા ચહેરાનો લૂક બદલાઇ જાય છે અને થાકેલ ચહેરો લાગવા માંડે છે.

જવાબ : સૌપ્રથમ તો જો ઓઇલી સ્કીન હોય તો ગમે તેટલું સ્મજ ફ્રી કાજલ હોય તો પણ તે પ્રસરતું જ હોય છે. તેને રોકવા માટે તમારા ચહેરા ઉપર મેકઅપ લગાવતાં પહેલાં એક બરફનો ટૂકડો ઘસવો. અને જો તમે મેકઅપ ન લગાવવા માંગતા હો તો ફેસ પાઉડર અચુક ગરમીની સીઝનમાં લગાવવો જ. ત્યારબાદ કાજલ લગાવવી. આમ કરવાથી કાજળ પ્રસરશે નહી. અને તેમ છતાં પણ જો થોડી ઘણી પ્રસરે તો એક ટીશ્યૂ ઉપર થોડું ક્રીમ લઇ તે જગ્યાને સૌપ્રથમ સાફ કરી લો, ત્યારબાદ બીજાં ટીશ્યૂ વડે જ તે જગ્યાએ ફેસપાઉડર કે ટેલકમ પાઉડર લગાવી ફરીથી થોડી કાજળ કરી દેવી. આમ કરવાથી ફેસ ક્યારેય થાકેલો નહી લાગે. જો તમે ઇચ્છો તો જેલ કાજલનો ઉપયોગ પણ કરી શકો છો. જેલ કાજલ લાંબા સમય સુધી ટકે છે.

પ્રશ્ન : મારી ઉંમર ૨૨ વર્ષ છે. મને રોજે કાજલ કરવાની આદત છે. રોજે કાજલ કરવાથી આંખની નીચેની તરફ જે કાજલ ફેલાય તે સરખી રીતે સાફ નથી થતું, અને હું જો કપડાંથી ઘસીને સાફ કરું તો તે જગ્યાએ બળવા લાગે છે. સરખી રીતે કાજલ સાફ કરવા શું કરવું તે જણાવશો.

જવાબ : કાજ ક્યારેય કપડાંથી ઘસીને ન સાફ કરવું. કાજલને સાફ કરવા માટે સૌપ્રથમ નોર્મલ ક્રીમને કોટન ઉપર લઇ આંખની નીચેની તરફ લગાવી દેવું. આમ કરવાથી મોટા ભાગનું કાજલ એમ જ તે કોટન ઉપર લાગી જશે. સરખું સાફ કર્યા બાદ ફેસ વોશ કરી લેવો. ત્યારબાદ ટીશ્યૂ વડે આંખની નીચેનો ભાગ લૂછી ત્યાં ક્રીમ લગાવી દેવું. આમ કરવાથી આંખની નીચે બળશે પણ નહી અને કાજલ પણ સારી રીતે લુછાઇ જશે. તેમજ આંખની નીચે કરચલીઓ પણ જલદી નહીં પડે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post કાજળ રેલાઇ ન જાય તે માટે શું કરવું?   appeared first on Sandesh.



from Nari – Sandesh http://sandesh.com/kajal-raiyai-na-go-to-ki-shu/
via Best Gujarati News

0 Comments