મૂંઝવણ :- ડો. અક્ષરકુમાર શર્મા

પ્રશ્ન : નમસ્તે. મારી ઉંમર ૨૪ વર્ષની છે. જ્યારે મારી પત્ની ઉંમર ૨૦ વર્ષ છે. અમારા લગ્ન થયે બે વર્ષ થઇ ગયાં છે. મારી સમસ્યા એ છે કે મારી પત્ની ગર્ભવતી હતી. તેને ડિલીવરી થઇ ત્યારે અમારું બાળક મૃત જન્મ્યુ હતું. આ વાતનું મારી પત્નીને ખૂબ દુખ લાગ્યુ હતું. હવે મારે જાણવું છે કે અમારે ક્યારે ગર્ભાવસ્થા રાખવી? મને ડર લાગે છે કે હવે ફરીથી આવુ થશે તો?

જવાબ : ભાઇ તમે જણાવ્યુ નથી કે તમારી પત્નીને ક્યારે ડિલીવરી આવી હતી. મતલબ કે બાળક જ્યારે જન્મ્યુ તે સમયગાળો નથી જણાવ્યો. જો તમે પરફેક્ટ સમયગાળો જણાવ્યો હોત તો હું વધારે સારી રીતે માર્ગદર્શન આપી શકત. તેમ છતાં ય તમને જણાવું કે તમારી પત્નીની ઉંમર હજી ઘણી જ નાની છે. હવે પ્રેગ્નન્સી માટે કમસે કમ એક વર્ષ બાદ વિચારવું જોઇએ જેથી તમારી પત્નીનું બોડી રીકવરી મેળવી લે. ભવિષ્યમાં આવું ન થાય તે માટે ગર્ભ રાખતાં પહેલાં જ કોઇ સારા ગાઇનેકની સલાહ લઇ લો. જો તમારી પત્નીનું વજન ઓછું હોય તો ગર્ભ રાખતા પહેલાં ડોક્ટર પાસેથી એ પણ સલાહ લઇ તેની ઉંચાઇ પ્રમાણેનું વજન થાય તે પછી જ પ્રેગ્નન્ટ થવું.

પ્રશ્ન : મારી ઉંમર વીસ વર્ષની છે. હું અત્યારના સમયે રોજે બે વાર હસ્તમૈથૂન કરું છું. મારે જાણવું છે કે હસ્તમૈથૂન વધારે કરવાથી આગળ જતાં કોઇ તકલીફ થશે? શું આ કારણે મારી પત્નીને સંતોષ નહી આપી શકું તો? હાલ મારા ચહેરા ઉપર અત્યંત ખીલ પણ થઇ રહ્યાં છે. શું તે કારણે ખીલ થતાં હશે? મને મારી આ સમસ્યાનો ઉકેલ જણાવશો.

જવાબ : મેં આ કોલમમા વારંવાર જણાવ્યુ છે કે હસ્તમૈથૂન એ કોઇ બિમારી નથી કે તેનાથી કોઇ બિમારી પણ નથી થતી. હસ્તમૈથૂન કરવું કોઇ પાપ નથી, પણ હા તેનો અતિરેક ન થવો જોઇએ. તેનો અતિરેક તમને માનસીક સમસ્યાઓ આપી શકે છે. વળી ઘણીવાર ઘણા પુરુષોના કેસમાં એવું બનતું હોય છે કે હસ્તમૈથૂનની એટલી હદે ટેવ પડી ગઇ હોય કે જ્યારે સંભોગ કરવાનું થાય ત્યારે તેમને જટ દઇને સંતોષ નથી મળતો, અને સામે ઘણા કેસમાં સ્ત્રીઓને જો સંતોષ મળી ગયો હોય તો તેમને દુખાવો થવા લાગે છે. માટે હસ્તમૈથૂન કરો, પણ તેનો અતિરેક ન કરવો જોઇએ.

પ્રશ્ન : મારી ઉંમર ૨૩ વર્ષ છે, જ્યારે મારી પત્નીની ઉંમર ૨૦ વર્ષ છે. અમારા લગ્નને બાર દિવસ જ થયા છે. આટલા દિવસોમાં અમે કોન્ડોમ વાપરીને જ સંભોગ કર્યો હતો, પરંતુ એક દિવસ કોન્ડોમ વગર સંભોગ થઇ જતાં, વીર્ય અંદર જતું રહ્યું હતું. મારી પત્નીને તે સમયે માસિક આવવાને આઠ દિવસ બાકી હતા. તેથી તેનું કહેવું છે કે ગર્ભ રહેવાની શક્યતા નથી. મારે જાણવું છે કે શું ગર્ભ રહેશે કે નહી રહે?

જવાબ : માસિકની તારીખ જાય તે પછીના પંદર દિવસમાં ગર્ભ રહેવાની શક્યતાઓ બમણી થઇ જતી હોય છે. અને બીજા પંદર દિવસમાં આ શક્યતા ઓછી રહેતી હોય છે. પણ આ વાત સો ટકા માની ન શકાય. તેથી જો તમારે હાલ બાળક ન જોતું હોય તો નિરોધ વાપર્યા વગર સંભોગ ન જ કરવો. કેમ કે ગર્ભ ન જ રહે તેવું જરૂરી નથી. આ રિસ્કી છે. જો તમારી પત્નીને સમયસર માસિક ન આવે તો એકવાર ઘરે ગર્ભાવસ્થાની ચકાસણી કરતી કિટથી આ ચકાસણી કરી લેજો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post એક વાર બાળક મૃત જન્મ્યું… હવે ગર્ભ રહેશે? appeared first on Sandesh.



from Nari – Sandesh http://sandesh.com/one-time-child-dead-born-h/
via Best Gujarati News

0 Comments