મારો પ્રેમી પતિ ડ્રિન્ક્સ કરે છે અને ખૂબ ગંદો રહે છે એટલે મેં નવો પ્રેમી શોધી લીધો છે
યૌવનની સમસ્યા :- સોક્રેટિસ
સોક્રેટિસજી,
એકાદ વર્ષ પહેલાં જ મારા મેરેજ થયા હતા. મારા પિયરમાં અમે સંદેશ વાંચતા હતા એટલે મેં મારા સાસરિયામાં પણ સંદેશ જ ચાલુ કરાવ્યું છે. મને સંદેશની ર્પૂિતઓ ગમે છે. ખાસ કરીને આપની યૌવનની સમસ્યા કોલમ તો મારી ફેવરિટ છે. મારી ફ્રેન્ડની એક મુંઝવણનો તમે જે ઉકેલ આપ્યો હતો તે મુજબ જ કરતા તે આજે સુખી લગ્નજીવન જીવી રહી છે. મેં આ ઈમેઈલ એટલે કર્યો છે કે મારા લગ્નજીવનમાં હજી માંડ વર્ષ પૂરું થયું ત્યાં જ સમસ્યા સર્જાઈ છે. મેં કેતન સાથે લવમેરેજ કર્યા છે. પરિવારના વિરોધ છતાં મેં કેતન સાથે મેરેજ કર્યા છે. પરંતુ હવે હું પસ્તાઉં છું. કારણ કે કેતન તો ડ્રિન્ક્સ કરે છે, તે મેરેજ કર્યા તે પહેલાં કહેતો હતો કે ક્યારેક જ સિગારેટ પીવે છે. ડ્રિન્ક્સની તો વાત સુધ્ધાં કરી ન હતી. આથી ય મને તેના ગંદા રહેવાની આદત પર ચીડ ચડે છે. એનો પરસેવો તો એવો ગંધાતો હોય છે કે મને તેની સાથે બેડમાં સૂવું પણ ગમતું નથી. હું ખૂબ દુઃખી થઈ ગઈ છું ત્યાં જ મને મારા શહેરનો મારો ઓળખીતો યુવાન સતીશ અહીં મળી ગયો છે એ ગવર્નમેન્ટ ઓફિસર છે. તે અમારા વિસ્તારમાં જ રહેતો હતો. તેણે મને કંઈ કામકાજ હોય તો કહેવા કહીને રેસ્ટોરન્ટમાં નાસ્તો કરાવ્યો હતો. મંે પણ તેને મારા ઘરે કોઈ ન હતું ત્યારે બોલાવ્યો હતો. પછી અમે મોબાઈલ પર ચેટ કરતા રહીએ છીએ. એક વાર એણે મને તેના ગવર્નમેન્ટ ક્વાર્ટસના ફ્લેટ પર બોલાવતાં હું ગઈ હતી. તે એકલો હતો. તેણે મને લવપ્રપોઝ કર્યો અને અમે સેક્સ માણી લીધું. એ મને બહુ ગમે છે. એ મને કહે છે કે તું ડીવોર્સ લઈ લે આપણે મેરેજ કરીશું..! મને સમજ નથી પડતી કે મારે શું કરવું? તમે મને સાચી સલાહ આપો.
સુજી (નામ બદલ્યું છે)
તારો ઈમેઈલ ખૂબ લાંબો અને ગરબડિયો છે. એ તારા લગ્નજીવનમાં સર્જાયેલી ગરબડ જ દર્શાવે છે. તારો કેસ વિચિત્ર છે. તેં લવમેરેજ ખૂબ ઉતાવળમાં કરી નાખ્યાં હોય એમ લાગે છે. કેતન ક્યારેક સિગારેટ પીતો હોવાની જ તને જાણ હતી. જો કે, આજકાલ તો પાન-માવા, સ્મોકિંગ અને ડ્રિન્ક્સ સાવ સામાન્ય બાબત બની ગયા છે. તારા કેસમાં એ તને નથી ગમતંુ એ સારી વાત છે. તને આથી પણ વધુ તારા પ્રેમી પતિની ગંદા રહેવાની આદત છે. આ આમ તો કોઈને જ ન ગમે પરસેવાથી રેબઝેબ ગંધાતા માણસ સાથે બેડ શેર કરવાનું, કદાચ મેરેજ પૂર્વે એ તને ઈમ્પ્રેસ કરવા સાફસુથરો રહેતો હશે. મેરેજ પછી મૂળ સ્વભાવ અને આદતો આપોઆપ બહાર આવે જ. તેં આ બાબતે તેને કેમ કોઈ ટકોર નથી કરી? તારા ઈમેઈલમાં આવો કોઈ ઉલ્લેખ નથી. હકીકતમાં તને જે ના ગમે તે અંગે તું તારા પતિને પૂરેપૂરા હક્કથી કહી શકે. તારા કેસમાં તો તે લવમેરેજ કર્યા હોવાથી કોઈ સવાલ ઊભો થતો જ નથી. તું એને સ્વચ્છ સુઘડ રહેવા કહી જ શકે. આગ્રહ પણ કરી શકે અને રિસાઈ પણ શકે. એને તું ધારે તો ચોક્કસ સમજાવી શકે જ !
પરંતુ કદાચ તો આમ કર્યું હોય પણ તેણે ધ્યાનમાં લીધું ના હોય એમ પણ બને. એક વાત તો ચોક્કસ છે કે તારા દામ્પત્ય જીવનમાં એવી આંધી ઊઠી છે કે તું હવે ઉબકાઈ ગઈ છે. એમાં તને તારા પિયરના શહેરનો સારો, સુઘડ, શિક્ષિત અને પાછો ઓફિસર એવો યુવાન મળી ગયો, જે મળતાં જ તને તારા પ્રેમી પતિ પરનો જે અણગમો સર્જાયો છે તેણે તને તેના તરફ વધુ જવા વધુ મજબૂર કરી છે. આટલું ઓછું હતું એમ તે એની સાથે સેક્સ પણ માણી લીધું. તું કેટલી ફ્રસ્ટ્રેટ હશે તેનો તેના પરથી ખ્યાલ આવે છે. તારા પ્રેમી પતિ સાથે તને શરીરસુખનો કોઈ આનંદ મળતો જ ના હોવાથી તારું આ પગલું આમ તો સ્વભાવિક ગણાય. પરંતુ ખૂબ જ અનૈતિક છે. તું ધારે તો તારા પતિની કુટેવો છોડાવી શકે, એને સાફસુથરો, સુઘડ રહેતો કરી શકે. પરંતુ તેં એવું કશું કરવાનું યોગ્ય ન માન્યું હોય એમ બની શકે. આવી પરિસ્થિતિમાં તારે ખૂબ ગંભીર બની સૌપ્રથમ તારા પતિને સમજાવવા પ્રયાસ કરવો ખૂબ જરૂરી છે. આ કામ તારે ખૂબ જ પ્રેમપૂર્વક કરવાનું છે. આ વાત તને શીખવાડવાની ન જ હોય. આમાં તારે ખૂબ ધીરજ રાખવી જ પડશે. એ દરમિયાન તારે તારા નવા પ્રેમીને પણ બરોબર જાણી લેવો પડશે. એ હજી સુધી પરણ્યો કેમ નથી? એ પરણેલો તો નથી ને? એની ટેવ-કુટેવ પણ લાંબા ગાળે ખબર પડી જ જશે. તને એ બધી રીતે યોગ્ય લાગે તો જ આગળ વધી શકાય. જો કે તે પહેલાં તો તારે કેતન સાથેના દામ્પત્ય જીવનને બચાવવા બધા જ પ્રયાસ કરવા જ પડશે. થોડી ઘણી બાંધછોડ કરવી પડે તો કરજે. અને છતાં સફળતા ન મળે તો પછી ડીવોર્સ લઈને તારા નવા પ્રેમી સાથે લગ્ન કરી નવું જીવન શરૂ કરવામાં વાંધો નથી. કારણ કે જિંદગી ખૂબ લાંબી હોય છે. એને દુઃખી થઈને નહીં પણ આનંદપૂર્વક જીવવી જોઈએ.
ardh@sandesh.com
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post મારો પ્રેમી પતિ ડ્રિન્ક્સ કરે છે અને ખૂબ ગંદો રહે છે એટલે મેં નવો પ્રેમી શોધી લીધો છે appeared first on Sandesh.
from Ardha Saptahik – Sandesh http://sandesh.com/my-lover-husband-drunk/
via Best Gujarati News
0 Comments