પાણીના બગાડને લઈ ગુજરાત સરકાર ચિંતિત, આ રાજ્યની લેશે મુલાકાત
પાણી સમસ્યા દિવસેને દિવસે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. હાલ ગુજરાતમાં પાણીની ખુબજ અછત વર્તાઈ રહી છે. ત્યારે આ મામલે સરકાર પણ ખુબજ ચિંતિત છે કેમકે આ સમસ્યા ખુબજ વિકટ અને ગંભીર છે. હવે આ સમસ્યાને લઈને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા રાજસ્થાનની મુલાકાત લેવા જઈ રહ્યા છે તેઓ આવતી કાલે રાજસ્થાન જશે અને મુખ્ય ઈજનેર અને પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓની ટીમ સાથે બેઠક કરશે.
આ બેઠકમાં પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા મુખ્ય ઈજનેર અને પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓની ટીમ હાજર રહેશે. જોધપુરમાં પાણી બાબતે અપનાવેલ પ્રોજેક્ટનો કરશે અભ્યાસ. જોધપુરમાં વોટર ફ્લો મીટર અને ઘરે-ઘરે મીટર યોજના અમલમાં છે. તે યોજનાનું કરાશે વિશ્લેષણ ત્યારબાદ બેઠકમાં પાણી મુદ્દે ચર્ચા થશે. જેનો અભ્યાસ કરીને સરકાર રિપોર્ટ તૈયાર કરશે. રાજસ્થાનના જોધપુર જિલ્લામાં પાણી બાબતે અપનાવેલ પ્રોજેકટનો અભ્યાસ કરશે.
હાલ પાણીનો ખુબજ વ્યય થઈ રહ્યો છે. જે લોકો પાણીનો વ્યય કરી રહ્યા છે તે સમજી નથી શકતા કે પાણીની જરૂરિયાત કેટલી છે અને પાણીનો જો આવો જ વ્યય થયો તો એનું પરિણામ ખુબજ ગંભીર આવશે.આથી આ મામલે સરકાર પણ ચિંતીત છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post પાણીના બગાડને લઈ ગુજરાત સરકાર ચિંતિત, આ રાજ્યની લેશે મુલાકાત appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/the-government-is-concerned-about-the-wastage-of-water/
via Best Gujarati News
0 Comments