વડોદરામાં પાણીજન્ય રોગચાળો વકરી રહ્યો છે. પાણીજન્ય રોગના ભોગ નાગરિકો બની રહ્યાં છે. સલાટવાડામાં બાવનચાલીમાં રહેતા ઝાડા ઉલટીથી યુવકનું શંકાસ્પદ મોત નિપજ્યું છે. ઝાડા-ઉલટી બાદ બીમાર યુવકનું મોત થયાનો પરિવારનો આરોપ છે. જ્યારે આ પહેલાં ફતેપુરામાં આધેડનું ઝાડા-ઉલટીથી મોત નિપજ્યું હતું.

વડોદરામાં દુષિત પાણીની સમસ્યા ગંભીર બનતી જાય છે. જેના કારણે પાણીજન્ય રોગ ગંભીર રીતે ફેલાઇ રહ્યાં છે. આ દરમિયાન વધુ એક યુવકનું શંકાસ્પદ મોત નિપજ્યું છે. અચાનક જ રાત્રે 32 વર્ષીય સતીષ સોલંકી નામનો યુવક ઝાડા-ઉલટીનો ભોગ બન્યો હતો. તેને તાત્કાલિક સયાજી હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો.

આ અંગે તેના પરિવારનું કહેવું છે કે, તેના પહેલા ઝાડા-ઉલટી થયા હતા. પછી તેને ઠંડી અને તાવ ચડ્યો હતો. ઝાડા-ઉલટીને કારણે યુવકનું મોત થયા હોવાનું પરિવારનો આરોપ છે. મૃતકના સબંધીએ મોતનું સાચું કારણ જાણવા માટે યુવકનું પીએમ કરાવ્યું હતુ. હાલ આ મામલે લોકોમાં ઉગ્ર રોષ વ્યાપેલો છે.

આ વિસ્તારમાં ઘણા ઝાડા-ઉલટીના કેસ છે. ઘણા લોકો પેટના દુખાવાની ફરિયાદ કરે છે. આપને જણાવી દઈએ કે વડોદરામાં દુષિત પાણીના વિતરણ બાદ પણ કોઇ વૈકલ્પિક હલ આવ્યો નથી. મેયરે નિર્ણય કર્યો છે કે, તબક્કાવાર દક્ષિણ અને પૂર્વની 10 ટાંકીઓની સફાઇ હાથ ધરવામાં આવી છે.

બે દિવસ પહેલાં સયાજીપુરાની ટાંકીની સફાઇ હાથ ધરવામાં આવી હતી. આજે માંજલપુરમાં ટાંકી અને સંપની સફાઇ હાથ ધરવામાં આવશે, પરંતુ ટાંકીની સાફ સફાઇમાં ચાર દિવસનો સમય લાગશે તેવું કોર્પોરેશને જણાવ્યું છે.

સાથે જ વડોદરામાં દક્ષિણ અને પૂર્વ વિસ્તારમાં સૌથી વધુ પાણીજન્ય રોગચાળાના કેસ નોંધાઇ રહ્યાં છે. વડોદરા કારેલીબાગ ખાતે આવેલી ચેપીરોગની હોસ્પિટલમાં પાણીજન્ય રોગચાળાના 500થી વધુ કેસ નોંધાયા છે. પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા નહીં કરવામાં આવે તો આ પરિસ્થિતિ વકરી શકે તેમ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post વડોદરામાં પાણીજન્ય રોગચાળાથી વધુ એક યુવકનું શંકાસ્પદ મોત appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/in-baroda-doubtful-death-of-man-after-distribution-polluted-water/
via Best Gujarati News

0 Comments