વડોદરામાં લગ્નની લાલચ આપી પ્રેમીએ દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ
આપણા સમાજમાં દિવસેને દિવસે લગ્નના નામે છેતરપિંડી, દુષ્કર્મ જેવા કિસ્સાઓ વધી રહ્યા છે. લગ્નની લાલચે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટનાઓ વધી રહી છે. આવી જ એક ઘટના વડોદરામાં સામે આવી છે. વડોદરામાં એમ. ફાર્મ થયેલી યુવતી સાથે લગ્નની લાલચ આપી પ્રેમીએ દુષ્કર્મ આચર્યું છે.પીડિતા ગર્ભવતી થતા ગર્ભપાત પણ કરાવ્યો હોવાની વિગતો સામે આવી છે.
આ અંગે પીડિતાએ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ પ્રમાણે, યુવકે યુવતીને લગ્ન કરવાનું વચન આપ્યું હતું અને લગ્નની લાલચે યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ લગ્ન ન કરતાં છેવટે પીડિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
આ મામલે પોલીસે આરોપી યુવક સહિત તેના પરિવારજનો અને મિત્રો સામે તપાસ શરૂ કરી છે. મળતી માહિતી પ્રમાણે, પીડિતા અને આરોપી યુવક બન્ને એક જ સ્કૂલમાં ભણતા હતા અને એકબીજાના પરિચયમાં આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post વડોદરામાં લગ્નની લાલચ આપી પ્રેમીએ દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/miss-behave-with-girl-after-promise-of-marriage-in-baroda/
via Best Gujarati News
0 Comments