અમદાવાદમાં ભયંકર પ્રદૂષણ, શ્વાસ લેવા લાયક નથી રહી હવા
ગુજરાતના શહેરોમાં પ્રદૂષણનું પ્રમાણ વધતું જાય છે. ખાસ કરીને અમદાવાદ શહેરમાં ફેબ્રુઆરીથી અત્યાર સુધી સતત હવામાં પ્રદૂષણ વધતું જોવા મળી રહ્યું છે. અમદાવાદનો એર ક્વોલિટી ઈન્ડેક્ષ 135એ પહોંચી ગયો છે. અમદાવાદમાં દિવસેને દિવસે વધતાં વાહનોની સંખ્યા, ફેક્ટરીઓનો ફાટી નીકળેલો રાફડો, જેના કારણે પ્રદૂષણના પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે. જ્યારે છેલ્લા કેટલાક સમયથી અમદાવાદમાં ઉડતી ધૂળના કારણે પણ હવા બિન આરોગ્યપ્રદ બની રહી છે.
એર ક્વોલિટી ઇન્ડેક્સની વેબસાઇટના આંકડા પ્રમાણે અમદાવાદ શહેરની હવામાં પ્રદૂષણ ખૂબ વધ્યું છે. આ આંક 100ની આસપાસ હોય તો એ હવા પ્રમાણમાં સારી ગણાય. જ્યારે 50ની નીચે રહે તો તે ઉત્તમ ગણાય.
એર ક્વોલિટી ઇન્ડેક્સની વેબસાઇટ પ્રમાણે, 15મીએ શહેરની હવામાં પ્રદૂષણનું પ્રમાણ 135થી 165 નોંધાયો હતો. આ આંકડો 150ની ઉપર જાય તો બિનઆરોગ્યપ્રદ ગણાય. અમદાવાદની હવા 22મી મે સુધી 140થી 170 એક્યુઆઇ રહેવાની છે.
એર ક્વોલિટી ઈન્ડેક્ષ 100થી નીચે હોય તો તે હવા આરોગ્ય માટે સારી ગણાય છે. જોકે આંક 100એ પહોંચી જાય તો હવા શ્વાસ લેવા લાયક નથી રહેતી. જો કે રાજ્યભરના શહેરોમાં પ્રદૂષણ અંગે વાત કરીએ તો ગાંધીધામમાં પ્રદૂષણનું પ્રમાણ સૌથી વધુ જોવા મળે છે. ગાંધીધામમાં એર ક્વોલિટી ઈન્ડેક્ષ 158એ પહોંચ્યો છે.
ગાંધીધામમાં પ્રદૂષણ વધવાનું કારણ ફેક્ટરીઓ અને કંપની છે. ગાંધીધામમાં મોટી સંખ્યામાં કેમિકલ, કોલસા અને અન્ય ચીજોની ફેક્ટરીઓ આવેલી છે, જેના કારણે પ્રદૂષણમાં વધારો થયો છે. જ્યારે ગાંધીધામ બાદ વલસાડમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 129 છે. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં 121, આણંદમાં 106નો આંક નોંધાયો છે.
જાણો રાજ્યના કેટલાક શહેરનો એર ક્વોલિટી ઇન્ડેક્સ આંક
ગાંધીધામ – 158
રાજકોટ – 98
અંકલેશ્વર – 93
મોરબી – 93
વલસાડ – 129
ગાંધીનગર – 121
આણંદ – 106
ઉલ્લેખનીય છે કે, એર ક્લોલિટી ઇન્ડેક્સ (એક્યુઆઇ) હવાની શુદ્ધતા માપવાનો આંતરરાષ્ટ્રીય માપદંડ છે. વિવિધ 6 પ્રકારના પ્રદૂષકોની ગણતરી કરી હવા કેટલી શુદ્ધ છે, એ નક્કી કરવામાં આવે છે. આ વેબસાઇટ વિવિધ વિસ્તારનો પ્રદૂષણનો ડેટા એકઠો કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post અમદાવાદમાં ભયંકર પ્રદૂષણ, શ્વાસ લેવા લાયક નથી રહી હવા appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/air-pollution-index-continuously-high-in-ahmadabad/
via Best Gujarati News
0 Comments