સાતેય વિધાનસભા મુજબ કુલ 294 કર્મચારીઓ ગણતરીમાં જોડાશે
ભરૂચ બેઠક માટે કુલ 15.64 લાખ મતદારો પૈકી 11.45 લાખ મતદારોએ ઈવીએમથી મતદાન કર્યુ હતુ જયારે જિલ્લા ચૂંટણી ફરજમાં રોકાયેલા તેમજ પોલીસ જવાનો મળી પોસ્ટલ બેલેટથી 5100 મતદાન થયુ છે. કુલ 11.50 લાખ મતદાન નોંધાયુ છે.
શાંતિપુર્ણ રીતે મતદાન પૂર્ણ થયા બાદ ચુસ્ત સુરક્ષા વચ્ચે શહેરના કોલેજ રોડ પર આવેલી કે.જે.પોલીટેકનીકમાં સ્ટ્રોંગ રૂમમાં ઈવીએમ અને વીવીપેટ મશીનો શીલ કરી દેવાયા હતા. ભરૂચ લોકસભા બેઠકની મતગણતરી 23 મે ના રોજ કે.જે.પોલીટેકનીક કોલેજ ખાતે યોજાશે જેના માટે જિલ્લાનું વહીવટી તંત્ર 16 મે થી કવાયત હાથ ધરશે. સાતેય વિધાનસભા દીઠ અલગ અલગ 14 ટેબલો પર મતગણતરી હાથ ધરવામાં આવશે. કે.જે.પોલીટેકનીક કોલેજ ખાતે પ્રથમ પોસ્ટલ બેલેટનુ અને ત્યારબાદ ઈવીએમ મશીન ખોલી મત ગણતરી કરવામાં આવશે.
4000 જેટલા જવાનો રહેશે તહેનાત
23 મે એ કે.જે.પોલીટેકનીક કોલેજ પરિસર, કાઉન્ટીંગબુથ, કોલેજ રોડ સહિત શહેર, જિલ્લા અને ગામના મહત્વના સ્થળોએ સીઆરપીએફ, પેરામીલેટ્રી ફોર્સ સહિત જીલ્લા પોલીસના 4 હજારથી વધુ જવાનો તહેનાત રહેશે. હાલ સ્ટ્રોંગરૂમ ખાતે 23 એપ્રિલથી થ્રી લેયરની સુરક્ષા 24 કલાક તહેનાત છે જેમાં સીસીટીવી કેમેરા સાથે વિડીયોગ્રાફી પણ કરાઈ રહી છે.
બહાર પણ મતગણતરી જોઈ શકાશે
ભરૂચ સંસદીય મતવિસ્તાર બેઠક માટે કે.જે.પોલીટેકનીક ખાતે 23મે એ મતગણતરી વેળા મતગણતરી કાઉન્ટીંગ બુથની બહાર પણ જોઈ શકાય તે માટે આયોજન કરવામાં આવ્યુ છે. બહાર મુકેલા સ્ક્રીન પર અંદર ચાલતી મતગણતરી જીવંત જોઈ શકાશે.
મતગણતરીના 100મીટરમાં પ્રતિબંધ લદાયો
મત ગણતરી સ્થળ કે.જે. પોલીટેકનીક કોલેજ ખાતે 23મીએ 100 મીટરના ઘેરાવામાં 4 કરતા વધારે વ્યકિતઓને એકત્ર થવા, સભા કે સરઘસ કાઢવા, મોબાઈલ ફોન લઈને હરવા ફરવાઉપયોગ પર પ્રતિબંધ ફરમાવાયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post સાતેય વિધાનસભા મુજબ કુલ 294 કર્મચારીઓ ગણતરીમાં જોડાશે appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/in-the-seventh-assembly-total-294-employees-will-be-involved-in-the-calculation/
via Best Gujarati News
0 Comments