17 હજાર બાળકોને દૂધ સંજીવની અને મધ્યાહન યોજનાનો લાભ
રાજકોટઃ રાજકોટ જિલ્લાના બે અછત ગ્રસ્ત તાલુકામાં સરકારે જાહેર કરેલી દૂધ સંજીવની યોજના અને મધ્યાહન ભોજન યોજનાનો લાભ આપવાનું શરૂ કરાતા 17 હજાર ગરીબ બાળકોને ફાયદો મળી રહ્યો છે.
સરકારની યોજના પ્રમાણે વેકેશનમાં શાળાઓ ઉક્ત બંને તાલુકામાં ખોલી નાખવામાં આવી છે અને ત્યાં આવતા બાળકોને દૂધ સંજીવની યોજના હેઠળ અમૂલનું ફ્લેવર્ડ મિલ્ક 200 એમ.એલ. આપવામાં આવી રહ્યું છે. ઠંડું કરાયેલું પૌષ્ટીક દૂધ બાળકોને પસંદ પડી રહ્યું છે.
આવી જ રીતે વેકેશનમાં બંધ કરી દેવાતા મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રો પણફરી શરૂ કરી દેવાયા છે અને અગાઉના મેનું પ્રમાણે ભોજન અને નાસ્તો પિરસવામાં આવી રહ્યો છે. રાજકોટ જિલ્લામાં ઉકત બંને તાલુકામાં મળીને 198 કેન્દ્રોમાં લાભ આપવામાં આવી રહ્યો છે. એમ.ડી.એમ.ના ડે. કલેકટર એમ.કે. પટેલે જણાવ્યું હતું કે, ગત સોમવારથી અમે યોજના ચાલુ કરી દીધી છે અને તેનો રોજ રિપોર્ટ પણ મંગાવાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post 17 હજાર બાળકોને દૂધ સંજીવની અને મધ્યાહન યોજનાનો લાભ appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/benefits-of-milk-sanjivani-and-midday-plan-for-17-thousand-children/
via Best Gujarati News
0 Comments