દ્વારકાના માછીમાર સાથે ફોન ઉપર સુંવાળી વાતો કરી ૧.૧૦ લાખ પડાવ્યા
ખંભાળિયાઃ દ્વારકાના રૂપેણબંદરમાં રહેતા અને માછીમારીનો વ્યવસાય કરતા પ્રૌઢ સાથે ફોન ઉપર સુંવાળી વાતો કરીને યુવતીએ ખંભાળિયા બોલાવ્યો હતો. જ્યાં તે બંને વાતો કરતા હતા ત્યારે બે શખસોએ પોલીસની ઓળખ આપીને તેની પાસેથી રૂ. 1.10 લાખ પડાવ્યાનો કિસ્સો સામે આવ્યો છે.
દ્વારકાના રૂપેણબંદર વિસ્તારમાં રહેતા અને માછીમારીનો વ્યવસાય કરતા ઈશાભાઈ અબ્દુલભાઈ ઈસલાણી પ્રૌઢને ખંભાળિયાની મુસ્લિમ મહિલા આશીયાના નામની યુવતી ફોન ઉપર મીઠી વાતો કરીને અવાર નવાર મધુરતાથી વાર્તાલાપ કરી સ્ત્રીત્વનો લોભ આપી અને તેનો વિશ્વાસ જીત્યો હતો. બાદમાં પ્રૌઢને ખંભાળિયા મળવા માટે બોલાવ્યાં હતાં.
યુવતી અને પ્રૌઢ પોરબંદર રોડ ઉપર આવેલી મોટાપીરની દરગાહ નજીક આવેલા ઝાંળી વિસ્તારમાં બંને વાતો કરતા હતા ત્યારે મોટરસાઈકલમાં બે અજાણ્યા શખસો આવી અહીંયા શુ કામ ઉભા છો કહીને ધમકાવવા લાગ્યા હતાં. પ્રૌઢે તેની ઓળખ પૂછતા તે ખંભાળિયા પોલીસમાં હોવાનું જણાવીને એકનું નામ રાજભા જણાવ્યું હતું. જ્યારે બીજાનું નામ જણાવ્યુ ન હતું. તેમજ પ્રૌઢ પાસેથી રૂ. 2લાખમાં પતાવટની વાત કરી હતી. બાદમાં રૂ. 1 લાખમાં પતાવટ ફાઈનલ થતા પ્રૌઢ પાસે રહેલા રૂ.5 હજાર પડાવી લીધા હતાં.
તેમજ તા. 6ના રોજ રૂ. 85 હજાર લીધા અને મોબાઈલ ઉપર સાહેબ સાથે વાત કરવાનું કહીને બાકીના રૂપિયા 15 હજારના બદલે 20 હજારની માંગણી કરી હતી. તેમજ અવાર નવાર ફોન કરીને ધમકાવી રૂ. 20 હજાર ખંભાળિયા આવીને કબ્રસ્તાન પાસે અજાણ્યા શખસને આપી દેવાનું કહેતા તે રૂપિયા આપી દીધા હતા. બાદમાં અવાન નવાર ફોન કરીને રૂપિયાની માંગણી કરતા આ મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. પોલીસે આરોપી વિરૂદ્ધ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post દ્વારકાના માછીમાર સાથે ફોન ઉપર સુંવાળી વાતો કરી ૧.૧૦ લાખ પડાવ્યા appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/dwarka-fisherman-paid-1-10-lakhs-of-soft-talk-on-the-phone/
via Best Gujarati News
0 Comments