અમરેલી જિલ્લામાં ગેરકાયદે લાયન શો કરનારાઓ બેફામ બન્યાં હોય તેમ સફારી પાર્ક નજીકના જ વિસ્તારમાં ગેકાયદેસર રીતે સિંહોને જોવા માટે લોકોના ટોળા એકઠા થયા બાદ તેને રોકવા માટે આવેલ વન વિભાગના બીટ ગાર્ડ પર પણ અમુક શખશોએ હુમલો કર્યો હતો અને ગાડીમાં તોડફોડ કરી હતી.

ધારીના ચાંચઈ પાણીયા નજીક આવેલા સુવિખ્યાત લાયન સફારી પાર્કની નજીકના જ વિસ્તારમાં ધારી તાલુકાના પાદરગઢ ગામે ગત તા.11ના સાંજના છ વાગ્યાના અરસામાં એકી સાથે 13 જેટલા સિંહો આ વિસ્તારમાં ફરી રહ્યાં હોવાથી તેને જોવા માટે લોકોના ટોળે ટોળા ઉમટયાં હતાં અને બહારના વિસ્તારમાંથી પણ લોકો આવી પહોચતા ગાડીઓના થપ્પા લાગી ગયા હતા.

વન વિભાગના નિયમ મુજબ સિંહની આસપાસ જઈ શકાય નહીં અને તેને ખલેલ પહોચતી હોવાથી આ રીતે ટોળે પણ વળી શકાય નહીં. આમ છતાં જિલ્લામાં આ રીતે ગેરકાયદે લાયન શોનું પ્રમાણ માજા મૂકી રહ્યું છે.

લોકોના ટોળાને વિખેરવા માટે આ અંગેની જાણ થતાની સાથે જ વન વિભાગના બીટગાર્ડ નરેશભાઈ વાળા વન વિભાગની બોલેરો ગાડી નં. જીજે 11 જી 1197 વાળીમાં બેસીને પહોચ્યાં હતાં. લોકોે હટાવતા હતા ત્યારે જ કાળા કલરની અલ્ટો કાર નં. જીજે 14એપી 0482માં આવેલ સંજય બાઘા વાળા (રહે. પાદરગઢ તા. ધારી) નામના શખશે બેફામ ગાળો આપીને રોકે તો પતાવી દેવાની ધમકી આપી હતી અને સરકારી ગાડી ઉપર લોખંડના પાઈપ ઝીંકીને કાચ ફોડી નાખ્યાં હતાં અને રુ.8000નું નુકસાન પહોચાડયું હતું. પોલીસે ફરજમાં રુકાવટ સહિતની કલમો તળે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post સફારીપાર્ક પાસે ગેરકાયદે લાયન શો, વન કર્મી પર હુમલો, તોડફોડ appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/safaripark-has-an-illegal-lion-show-an-assault-on-forest-personnel-vandalism/
via Best Gujarati News

0 Comments