અંધશ્રદ્ધા : ઝેર પી લેનાર યુવકને હોસ્પિટલના બદલે મઢે લઈ જતા મોત
રાજકોટઃ 21મી સદીના યુગમાં હજી પણ ગ્રામ્ય વિસ્તારોમાં ક્યાંક ક્યાંક અંધ શ્રદ્ધા સમાયેલી છે. ચોટીલાના ગુંદા ગામે ઝેરી દવા પીનાર જીવરાજ બચુભાઈ રાઠોડે અંધ શ્રદ્ધામાં જીવ ગુમાવ્યાનો કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે.
વિગતો મુજબ ગુંદા ગામે જીવરાજ ઝેરી દવા પી લેતા બેશુધ્ધ બની ગયો હતો. યુવકને હોસ્પિટલે લઈ જવાના બદલે મિત્રો, પરિવારજનો મંદિર, માતાજીના મઢ ભુવા પાસે લઈ ગયા હતા. જ્યાં જીવરાજને દાણા તેમજ ખુબજ પાણી પીવડાવવાનું કહ્યું હતું જેથી પાણી પીવડાવાયુ હતું એકાદ કલાક રાખીને ઘરે લઈ જવાયો હતો. ઉલ્ટીઓ થતા અને અન્ય સાથે વાતચીત કરવા લાગતા સારૂ થઈ ગયાનું માનીને ઘરે લઈ જવાયો હતો.
ફરી તબીયત લથડતા પ્રથમ કુવાડવામાં હોસ્પિટલે લઈ જવાયો હતો ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા મોત નિપજ્યું હતું. મૃતકના પરિવાજનોએ જીવરાજ તો કશું ન હોવાનું રટણ કરતો હતો પરંતુ મોંમાથી દવાની વાસ આવતી હોવાથી ઝેર પીધાનું માનીને મંદિરે લઈ ગયા હતા ત્યાં સારૂ પણ થઈ ગયું હતું. ફરી તબીયત બગડતા દવાખાને લઈ જવાયો હતો.મૃતક પાચ ભાઈ, પાચ બહેનમાં આઠમાં ક્રમે અને પરિણીત હતો. ચોટીલા પોલીસે સત્ય શું છે તે જાણવા તપાસ હાથ ધરી છે
સારવારના બદલે દોરા-ધાગામાં સમય વેડફ્યો
13મીની રાત્રિના યુવકે ઝેરી દવા પીધી હોવાની જાણ 12 કલાકે પરિવારને થઈ હતી. છતાં પરિવાર સવારે 8.30 થી 12 સુધી દોરાધાગા કરવામાં સમય વેડફયો હતો. બપોરના 12 થી રાત્રિના 3 વાગ્યા સુધી સારવાર નહીં મળવાના કારણે યુવક અંધશ્રદ્ધાના ખપ્પરમાં હોમાય જાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post અંધશ્રદ્ધા : ઝેર પી લેનાર યુવકને હોસ્પિટલના બદલે મઢે લઈ જતા મોત appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/blind-faith-death-of-a-man-who-consumes-poison-instead-of-hospital-dies/
via Best Gujarati News
0 Comments