ગુજરાતમાં દલિત યુવાનના વરઘોડા વિવાદ સહિત અત્યાચારના મુદ્દે બુધવારે કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ રાજ્યપાલને મળ્યું હતું. કોંગ્રેસે રાજ્યપાલને આવેદન પત્ર આપતાં રજૂઆત કરી હતી કે, ગુજરાતમાં ભાજપની સરકાર દલિતોની સુરક્ષા કરવામાં નિષ્ફળ ગઈ છે. જો સરકારે એક ઘટના બની એ વખતે કડકાઈથી પગલાં ભર્યા હોત તો બાકીની ઉપરાછાપરી ઘટના ના બની હોત.

સમગ્ર મામલે આરોપીઓ સામે કડક પગલાં ભરવા જોઈએ અને રાજ્યપાલે અસરકારક પગલાં ભરવા માટે સરકારનું ધ્યાન દોરવું જોઈએ.  બીજી તરફ કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ ગુજરાત મુલાકાતે આવ્યા છે. પ્રદેશ કાર્યાલયે કારકિર્દીના ઊંબરે, ધોરણ 12 પછી શું? કારકિર્દી માર્ગદર્શન ઈ-બુકનું વિમોચન કરાયું હતું. મુખ્ય પ્રવકતા મનીષ દોશી દ્વારા સંપાદિત પુસ્તકના આ કાર્યક્રમમાં પ્રભારીએ ભાજપ સરકાર ઉપર માછલાં ધોતા જણાવ્યું હતું કે, ખેડૂતોને મળતાં ઓછા ખાતરનો મુદ્દો  વિધાનસભા અને શેરીઓમાં અમે ઉઠાવીશું.

લોકસભાના ઉમેદવારોએ પ્રભારીને ફરિયાદો કરી

કોંગ્રેસના લોકસભા બેઠકોના સાબરકાંઠા, બનાસકાંઠા સહિત 7થી 8 ઉમેદવારોએ પ્રદેશ પ્રભારી સમક્ષ પોતાને જે કંઈ તકલીફો પડી તે મુદ્દે ફરિયાદો કરી હતી. સંગઠનમાં તાલમેલનો અભાવ, સંગઠનના હોદ્દેદારોએ સહકાર ના આપ્યો સહિતની ફરિયાદો થઈ છે તેમ સૂત્રો જણાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post દલિત વરઘોડા-અત્યાચાર પ્રકરણમાં કોંગ્રેસની રાજ્યપાલ સમક્ષ રજૂઆત appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/appeal-to-the-congress-governor-in-the-dalit-varghoda-atrocities-chapter/
via Best Gujarati News

0 Comments