સ્વાસ્થ્ય સલાહ :- શુભાંગી ગૌર

આજની જીવનશૈલી પ્રમાણે આપણાંમાંથી મોટેભાગે લોકોને કબજીયાતની તકલીફ હોય છે. આ રેશીયો જોવા જઇએ તો દસમાંથી ઓછામાં ઓછા ચાર તો કહી જ શકાય. કેમ કે આપણી જીવનશૈલી જ એ પ્રકારની થઇ ગઇ છે કે કબજીયાતની તકલીફ થઇ જ જતી હોય છે. અને કબજીયાતની તકલીફને આપણે બીજી બિમારીઓની માફક ગંભીરતાથી પણ નથી લેતા. જેને કારણે લાંબાગાળે આ જ કબજીયાત આપણને મોટી બિમારીઓના માર્ગ સુધી પહોંચાડી શકે છે. તેથી કબજીયાતની તકલીફ જટીલ ન બને તે પહેલાં જ તેને ડામવી ખૂબ જરૂરી છે. કબજીયાતને ડામવાના થોડા ઘરેલુ ઉપાય જોઇ લઇએ.

– લિંબુમાં રહેલું સાઇટ્રિક એસિડ પેટમાં જામેલી ગંદકીને બહાર કાઢવાનું કાર્ય કરે છે. તેથી કબજીયાતની તકલીફ હોય તેવા લોકોએ રોજે એક ગ્લાસ ગરમ પાણીમાં અડધું લીંબુ નિચોવીને પીવું જોઇએ.

જામફળ અને પપૈયું આ બંને ફળ કબજીયાતના રોગ માટે અમૃત સમાન છે. જામફળ અને પપૈયામાં રહેલા રેશા આંતરડાને સાફ કરે છે અને ખોરાક પચાવવામાં મદદરૂપ થાય છે. તેથી આ બંને ફળોનું સેવન કબજીયાતને ડામવા અચૂક કરવું જોઇએ.

ફાઇબરયુક્ત આહાર પણ કબજીયાત માટે ખૂબ જ ઉપયોગી સાબીત થાય છે. બીન્સ, આખા અનાજવાળી બ્રેડ, કોબીજ, બટાકા, બ્રોકોલી, ટમેટા, ગાજર વગેરે શાકભાજી ખાવા. આ તમામ શાકભાજી ફાઇબરયુક્ત હોવાથી તે કબજીયાતની સમસ્યામાં રાહત આપે છે.

બેકીંગ સોડા પણ કબજીયાતને ઠીક કરી શકે છે. તે માટે એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચમચી બેકીંગ સોડા એડ કરીને પીવાથી કબજીયાતમાં તરત રાહત થાય છે.

કબજીયાતની તકલીફ ધરાવતા લોકોએ ભરપૂર પ્રમાણમાં લીક્વીડ લેવું. તમે પાણી અને છાશ બંનેનું સેવન ભરપૂર કરી શકો છો. આ બંને તેમાથી મુક્તિ અપાવી શકવા સક્ષમ છે.

દહીંમાં રહેલાં બેક્ટેરીયા પણ કજીયાતને દુર કરવામાં ખૂબ ઉપયોગી નિવડે છે. તેથી આ સમસ્યા ધરાવતા લોકો જો રોજ એક વાડકી દહીંનું સેવન કરશે તો કબજીયાત ચોક્કસપણે દૂર થઇ જશે.

એક ગ્લાસ ગરમ દૂધમાં ચાર પેશી ખજુરને ક્રશ કરીને નાંખી તે દૂધ એક અઠવાડીયા સુધી સતત પીવું. ખજૂરવાળા દૂધના સેવનથી કબજીયાત ચોક્કસપણે એક જ સપ્તાહમાં દૂર થઇ જશે.

પેટ સાફ ન આવતું હોય તો એક ગ્લાસ દૂધમાં એક ચમચી ઘી નાખી રાત્રે પી લેવું. સવારે આ દૂધ એનીમીયા જેવું કામ કરશે. ગર્ભવતી સ્ત્રીને છેલ્લા દિવસોમાં રોજ ઘીવાળું દૂધ પીવાની ઘરના વડીલ સલાહ આપતાં હોય છે, જેથી તેને કબજીયાતની તકલીફ ન થાય. ડિલિવરી સમયે વધારે પીડા ન થાય.

અળસી પણ પેટ સાફ કરવામાં ખૂબ જ ઉપયોગી છે. રોજે સવારે અળસીનું સેવન કરવાથી કબજીયાતમાં રાહત થશે. જો કબજીયાતનું પ્રમાણ વધારે હોય તો એક ગ્લાસ ગરમ પાણીમાં અળસીના દાણાને વાટીને નાંખી તે પાણીનું સેવન કરો તો ભારે કબજીયાતને પણ મટાડી શકે છે.

ઇસબગોલ પણ કબજીયાતનો રામબાણ ઇલાજ છે. ઇસબગોલ એવો પદાર્થ છે જે કબજીયાતનો નાશ તો કરે જ છે, સાથે સાથે તેના સેવનથી બીજી કોઇ આડઅસર પણ નથી થતી હોતી.

sanskar@sandesh.com

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post કબજીયાતના ઘરેલુ ઉપાય   appeared first on Sandesh.



from Sanskar – Sandesh http://sandesh.com/poetry-house-resort/
via Best Gujarati News

0 Comments