તંદુરસ્તી તમારા હાથમાં :- વેદપ્રકાશ શાસ્ત્રી

પીઠ અને કમરના દુખાવાની તકલીફ લગભગ ઓફીસે કામ કરતા દરેક કર્મચારીઓને હોય છે. આ દુખાવાને દુર કરવાનો સૌથી સારો ઇલાજ કસરત છે. કસરતની મદદથી મણકાના હાડકાંને સહારો આપતી માંસપેશીઓમાં દબાણ ઉત્પન્ન કરવામાં આવે છે. તો ચાલો જાણી લઇએ પીઠ અને કમરના દુખાવાને કઇ રીતે દુર કરી શકાય છે. મોટેભાગે આ રીતનો દુખાવો થાય એટલે માણસ થોડીવાર આરામ કરીને કે પેઇનકિલર લઇને કામ ચલાવે છે. પણ ખરેખર આ દુખાવાની સમસ્યાને લાંબી અને ભયજનક ન કરવી હોય તો તેને કસરતથી જ ડામવી જોઇએ.

– પીઠ અને કમરના દુખાવો ઓફીસમાં થતો હોય તો દર કલાકે એક મિનિટ માટે તમારી ચેર છોડીને ઉભા થઇ જાવ. હાથ પગને થોડા હલાવો, રીલેક્સ કરો, થોડું હલન-ચલન કરો.

આનાથી પણ ઘણો ફેર પડશે.  

– અમુક લોકોની બેસવાની સ્ટાઇલ ખૂબ જ વિચિત્ર હોય છે. ઘણા લોકો શરીરને આખું ખુરસી ઉપર ફેલાવીને આરામથી બેસતા હોય છે, જેને કારણે પીઠના મણકા દબાય છે. અને તમને દુખાવો થવા લાગે છે. સૌપ્રથમ તો બેસવાની રીતમાં ફેરફાર કરવો જોઇએ. મોટેભાગે ઓફીસમાં તમે જુઓ તો આંગળીના વેઢે ગણાય એટલા લોકો તમને સીધા ટટ્ટાર બેઠેલા જોવા મળશે. બાકી મોટેભાગે લોકો પાછળ પીઠમાંથી આખા વાંકા વળીને બેસતા હોય છે. અલબત્ત કામના કલાકો વધારે હોય એટલે રીલેક્સ થવા માટે તમે થોડીવાર શાંતિથી બેસી જ શકો છો. પણ આ રીતે આખો દિવસ બેસી રહેવું યોગ્ય નથી. કેમ કે આખો દિવસ બેસી રહેવાથી મણકામાં ઘસારો થાય છે, કરોડરજ્જુ વળી જાય છે, અને તમને પીઠમાં દુખાવો થવા લાગે છે. માટે ભલે આખો દિવસ નહીં પણ થોડા થોડા સમયે ટટ્ટાર બેસી જવું, જેથી તમારી કરોડરજ્જુ સાવ વાંકી ન વળી જાય. અને થોડી થોડીવારે બેસવાની પોઝીશન બદલાવવાથી તમને ફાયદો પણ ઘણો થશે. તમને કામનો અને બેસવાના કારણે લાગતો થાક નહી લાગે. તમે રીલેક્સ રહી સકશો. અને લાંબે ગાળે પીઠમાં દુખાવો પણ નહીં થાય. માટે બેસવાની રીતમાં ખાસ પરિવર્તન લાવી થોડા થોડા સમયે બેસવાની પોઝીશન બદલાવો. પીઠના ભાગથી વાંકા વળીને બેસવાને બદલે થોડા ટટ્ટાર થઇને બેસો. એકવાર તમે ટટ્ટાર બેસવાની ટેવ પાડશો એટલે આપોઆપ અજાણતાં તમને એ રીતે જ બેસવાનું ગમશે. પછી તમે હંમેશા એ જ રીતે બેસશો, જે તમને પીઠના દુખાવામાંથી કાયમી રાહત અપાવી શકશે.

વજન વધુ ન હોવું જોઇએ 

વધુ વજન પીઠ, કમર, જોઇન્ટ્સ અને માંસપેશીઓ ઉપર અસર કરે છે. તમારું શરીર તમામ પ્રકારના દુખાવાથી ઘેરાઇ જાય તે પહેલાં વજન ઘટાડવું અત્યંત જરૂરી છે. જો તમે ભારે વજન ધરાવતા હોય તો વજન ઘટાડવાની અલગ અલગ ટ્રિક્સ અપનાવીને તેને ઘટાડવાના પ્રયત્નો કરવા લાગો. કેમ કે વધારે વજન હોય અને તમે જેટલીવાર નીચે બેસીને ઉભા થાવ તો માંસપેશીઓ ઉપર અસર કરે છે અને તેના કારણે દુખાવો થવા લાગે છે. માટે જો પીઠ કે કમરના દુખાવાથી બચવું હોય તો વજન ઘટાડવા કાર્યરત બની જાવ.

કસરત  

પીઠ કે કમરનો દુખાવો થતો હોય તો એક વસ્તુ હંમેશા યાદ રાખવી કે જો કસરત નહી કરો તો ચોક્કસપણે આ દુખાવો કાયમી ઘર કરી જશે. માટે સહેજ દુખાવો શરુ થાય કે તરત કસરતનો સહારો લઇ લેવો. જેમાં શરીરને સ્ટ્રેચ કરવું, હાથ પગને હલાવવા, ડોકને ગોળાકારમાં ફેરવવી વગેરે કસરત કરવી જેથી આ દુખાવો થવાના ચાન્સીસ ઘટી જાય. જેટલું શરીરને સ્ટ્રેચ કરશો તેટલાં જ તમે વધારે તંદુરસ્ત બનશો.

sanskar@sandesh.com

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post શું તમે પીઠના દુખાવાથી પરેશાન છો? appeared first on Sandesh.



from Sanskar – Sandesh http://sandesh.com/what-you-back-to-pain-on-over/
via Best Gujarati News

0 Comments