પૂજા-વિધિ માટે કેવા વાસણનો ઉપયોગ ન કરવો જોઇએ !
આપણા પરિવારમાં મંદિરને ઘરનું મુખ્ય સ્થાન માનવામાં આવે છે. સવારે ઊઠીને ભગવાનની પૂજા કરવા વિધિ કરવાથી સકારાત્મક ઊર્જાનો વાસ થાય છે. તથા જીવનની મોટી-મોટી સમસ્યાઓનો ઉકેલ થઈ જાય છે. તમારા મનની દરેક ઈચ્છા પૂરી કરવા પાછળ તમારા મંદિરમાં રાખેલા વાસણો મહત્ત્વનો ભાગ ભજવે છે. તો આવો જાણીએ મંદિરમાં ક્યા પ્રકારના વાસણ રાખવાથી હાનિ પહોંચી શકે છે.
લોકો તેમના મંદિરમાં પૂજાની વસ્તુઓ રાખવા માટે જુદા-જુદા ધાતુના વાસણનો ઉપયોગ કરે છે. ધાર્મિક માન્યતા પ્રમાણે માનવામાં આવે છે કે, ધર્મમાં આ વાસણ કઈ ધાતુના હોવા જોઈએ અને કઈ ધાતુના નહીં, આ વિષય પર ઘણા નિયમ બનાવવામાં આવ્યાં છે, તેથી જ્યારે તમે એ ધાતુઓનો પૂજામાં ઉપયોગ કરો છો જેને વર્જિત ગણાય છે તો ધર્મ-કર્મનું પૂર્ણ પુણ્ય ફ્ળ મળતું નથી.
શાસ્ત્રો મુજબ જુદા-જુદા ધાતુના જુદા-જુદા ફ્ળ આપે છે. એવું નહીં કે તેના પાછળ માત્ર ધાર્મિક કારણ છે, પણ ઘણાં વૈજ્ઞાાનિક કારણ પણ આ તર્કને માને છે. જણાવીએ કે મંદિરમાં પૂજા કરવા માટે સોના-ચાંદી, પીત્તળ, અને તાંબાના વાસણનો ઉપયોગ શુભ ગણાય છે. ત્યાં બીજી બાજુ લોખંડ અને એલ્યુમિનિયમ ધાતુથી નિર્મિત વાસણ વર્જિત કર્યા છે.
પૂજા કરવા માટે હંમેશાં મંદિરમાં સોના, ચાંદી, પીત્તળ, અને તાંબાના વાસણનો ઉપયોગ કરવો જોઈએ. આ ધાતુઓને મંદિરમાં રાખવાથી અને તેનાથી પૂજા કરવા માટે પણ શુભ ગણાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post પૂજા-વિધિ માટે કેવા વાસણનો ઉપયોગ ન કરવો જોઇએ ! appeared first on Sandesh.
from Nakshatra – Sandesh http://sandesh.com/astrology-what-a-pot-should-not-be-used-worship-thali/
via Best Gujarati News
0 Comments