પગરખાના નંબર પરથી જાણો વ્યક્તિનું વ્યક્તિત્વ
સામુદ્રિક શાસ્ત્ર દ્વારા વ્યક્તિના હાથ-પગના આકાર, નાક-નકશા, શરીર પરના ચિન્હો, આંખોના રંગ, હોઠનો આકાર વગેરેનો ઉલ્લેખ કરવામાં આવે છે. તેના દ્વારા વ્યક્તિના વ્યક્તિત્વનો સ્વભાવ નક્કી કરવામાં આવે છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા વ્યક્તિનો સ્વભાવ સરળ રીતે જાણી શકાય છે. સામુદ્રિક શાસ્ત્રની સાથે હવે મનોવૈજ્ઞાાનિકો પણ શાસ્ત્રને વ્યક્તિની વસ્તુ સાથે જોડે છે. સામુદ્રિક શાસ્ત્રના આધારે મનોવૈજ્ઞાાનિકો પણ તારણો કાઢે છે, તેઓ માને છે, કે પગરખાના નંબરના આધારે વ્યક્તિના સ્વભાવની જાણકારી મેળવી શકાય છે. તો આવો જાણીએ પગરખાના નંબર પરથી જાણીએ વ્યક્તિનું વ્યક્તિત્વ…
પાંચ નંબર કે તેનાથી ઓછી સાઇઝ
જે વ્યક્તિના પગરખાની સાઇઝ પાંચ કે તેનાથી ઓછી હોય તો તે વ્યક્તિનું મન ખૂબ જ મોટું હોય છે, તે દરેક વ્યક્તિને પ્રેમ કરે છે, અને પોતાની આસપાસના લોકોને ખુશ રાખવાનો પ્રયાસ કરે છે. આ વ્યક્તિ દેખાડો કરવા કરતા પોતે જેવા છે, તેવા દેખાવવામાં વધારે વિશ્વાસ કરે છે.
છ નંબર કે તેનાથી ઓછી સાઇઝ
છ નંબર ધરાવતી વ્યક્તિ લોકોનો વ્યવહાર મૈત્રીભાવવાળો હોય છે, તે બીજાને ખુશ રાખે છે. આ વ્યક્તિ ક્યાંય પણ જાય ત્યાં તે મિત્રો બનાવી લે છે. તે દરેક વ્યક્તિના મનમાં પોતાના માટે સ્થાન બનાવી લે છે. તેમનો દયાળુ સ્વભાવ અને પ્રેમાળ સ્વભાવ તેમને લોકોની વચ્ચે તેમને લોકપ્રિય બનાવે છે.
સાત નંબર
જે વ્યક્તિના પગરખાની સાઇઝ સાત નંબર હોય છે, તે વ્યક્તિ દરેક કાર્ય કરવા માટે ખૂબ જ ઉત્સુક રહે છે. તે ખૂબ જ જ્ઞાાની હોય છે અને પોતાના મુલ્યને સારી રાતે જાણે છે, ત્યાં જ બીજી તરફ તેમના કામોમાં તેમને રુચિ નથી હોતી, તથા રસ વિનાના કામમાં તે શરમ સંકોચ વિના સ્પષ્ટપણે ના કહેવામાં શરમ અનુભવતા નથી.
આઠ નંબર
આઠ નંબરના પગરખા પહેરનારા લોકો બીજાને ખુશ રાખે છે, તેમને પોતાના જીવનમાં આવેલી મુશ્કેલી અને પડકારોનો સામનો કરવામાં ડર નથી લાગતો. તે પોતાના જીવનમાં આવેલી દરેક મુશ્કેલીનો સામનો કરી શકે છે. તેથી તેમનું જીવન સરળ રીતે એટલે મુશ્કેલી વિનાનું હોય તેવંુ તેમને પસંદ નથી.
નવ નંબર
જે વ્યક્તિના પગનો નંબર નવ હોય તે આત્મવિશ્વાસથી ભરપુર હોય છે. તેમને ખબર હોય છે, કે તેમણે જીવનમાં શું કરવાનું છે? અને તે મેળવવા માટે તેઓએ શું કરવું પડશે. તેથી લોકો કંઇપણ કહે તેમને તે વાતોથી કોઇ ફર્ક પડતો નથી. તથા તે હંમેશાં પોતાના કામથી જ કામ રાખે છે, અને બીજના કામમાં પણ કોઇ દખલગીરી કરતા નથી.
દસ નંબર
આ જાતક કોઇ અન્ય વ્યક્તિના કંટ્રોલમાં રહેવું પસંદ કરતા નથી, તે સ્વચ્છંદી સ્વભાવના હોય છે. ત્યાં અન્ય લોકોથી સલાહ લેવી પણ પસંદ કરે છે, પરંતુ આખરે તેઓ પોતાના મનનું ધારેલંુ જ કરે છે.
૧૧ નંબરથી વધારે
આ નંબરના લોકો વધારે બીજાને માન આપનારા હોય છે, તેઓને પોતાની દરેક વસ્તુ વ્યવસ્થિત જ જોઇતી હોય છે. જ્યારે કોઇ મુશ્કેલી હોય ત્યારે દરેક વ્યક્તિ તેમની સલાહને યોગ્ય માને છે. આ વ્યક્તિ ઇમાનદાર હોય છે, તથા દરેકને સલાહ સૂચન તેઓ તટસ્થભાવે આપે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post પગરખાના નંબર પરથી જાણો વ્યક્તિનું વ્યક્તિત્વ appeared first on Sandesh.
from Nakshatra – Sandesh http://sandesh.com/find-out-from-the-number-of-footwear-persons-personality/
via Best Gujarati News
0 Comments