આઈસીસી વર્લ્ડ કપ 2019માં કોહલીની સેનામાં સૌથી મોટી જવાબદારી ટીમનાં બંને ઑપનર્સ રોહિત શર્મા અને શિખર ધવન પર રહેશે. ટીમને મજબૂત શરૂઆત મળે છે તો ઇંગ્લેન્ડની હાઈ સ્કૉરિંગ પિચો પર મોટો સ્કોર બનાવવામાં મદદ મળશે. બંનેની જોડી વન ડે ક્રિકેટમાં કમાલ કરી રહી છે. ધવન વિદેશી પિચો પર સારું પ્રદર્શન કરે છે, આ માટે સૌની નજરો તેના પર છે. શિખર ધવન વન ડે ઇન્ટરનેશનલ રેન્કિંગમાં 13માં નંબરે છે.

5 ડિસેમ્બર 1985નાં રોજ જન્મેલો શિખર ધવન ભારત માટે ત્રણેય ફૉર્મેટમાં ઑપનિંગ કરે છે. ધવન ડાબોડી બેટ્સમેન છે. શિખર ધવન પોતાનો આગળનો પગ બહાર નીકાળીને કવર ડ્રાઇવ મારવામાં માહેર છે. 2013નાં ચેમ્પિયન્સ ટ્રૉફીમાં ધવને ખિતાબ અપાવવામાં મહત્વની ભૂમિકા નીભાવી હતી. તેણે 5 મેચોમાં બે સદી અને એક અડધી સદી સાથે 363 રન બનાવ્યા હતા અને ગૉલ્ડન બેટ એવૉર્ડ જીત્યો હતો. તેની બેટિંગ એવરેજ 90.75ની રહી હતી.

2013 બાદ 2017માં રમાયેલી ચેમ્પિયન્સ ટ્રૉફીમાં પણ ધવને શાનદાર બેટિંગ કરી હતી. ધવને આ ટૂર્નામેન્ટમાં પણ 317 રન બનાવ્યા હતા, જેમાં એક સદી અને બે અડધી સદી સામેલ હતી.

ઑવરઑલ વન ડેમાં તેનું પ્રદર્શન

શિખર ધવને ભારત માટે અત્યાર સુધી 128 વન ડે મેચ રમી છે. ધવને 44.62ની સરેરાશથી 5709 રન બનાવ્યા છે. વન ડેમાં ધવનનો બેસ્ટ સ્કોર 143 રનનો છે.

વર્લ્ડ કપમાં ધવન

શિખર ધવન 2015નાં વર્લ્ડ કપમાં પણ ટીમમાં હતો. તેણે આ ટૂર્નામેન્ટમાં બે સદી ફટકારી હતી. તે આ ટૂર્નામેન્ટમાં ભારતની તરફથી સૌથી વધારે રન બનાવનારો ખેલાડી હતો. તેણે વર્લ્ડ કપની 8 મેચોમાં 412 રન બનાવ્યા હતા. આ રીતે વર્લ્ડ કપમાં સૌથી વધારે રન બનાવવાનાં મામલે ધવન 5માં નંબરે હતો.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સફર

ધવને 20 ઑક્ટોબર 2010માં વિશાખાપટ્ટનમમાં ઑસ્ટ્રેલિયા સામે વન ડે કેરિયરની શરૂઆત કરી હતી, પરંતુ પહેલી જ મેચમાં ધવન ખાતુ ખોલાવ્યા વગર આઉટ થયો હતો અને ટીમમાંથી તેણે બહાર થવું પડ્યું હતું. આ પછીની સીરીઝમાં ધવનને ટીમમાં જગ્યા મળી નહોતી. ધવનને 2011માં એકવાર ફરી ટીમમાં જગ્યા મળી, પરંતુ વેસ્ટઇન્ડીઝ સામે 4 મેચોમાં ફક્ત 69 રન જ બનાવી શક્યો. આ ખરાબ પ્રદર્શનનાં કારણે તેને એકવાર ફરી ટીમમાંથી બહાર કરવામાં આવ્યો.

જો કે ધવને હાર માની નહીં અને ઘરેલૂ ક્રિકેટમાં દિલ્હી તરફથી રમતા જોરદાર રન બનાવ્યા. પરિણામે તેને 2013માં ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરીઝમાં ટીમમાં લેવામાં આવ્યો. ધવને આ તકને આખરે ઝડપી લીધી અને તેણે ઑસ્ટ્રેલિયા સામે 174 બૉલમાં 187 રનોની ધમાકેદાર ઇનિંગ રમીને સનસનાટી મચાવી દીધી હતી. તેની આ ઇનિંગને કારણે તેને ચેમ્પિયન્સ ટ્રૉફીની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. અહીં તેણે 2 સદી ફટકારીને ટીમ ઇન્ડિયામાં પોતાની જગ્યા પાક્કી કરી દીધી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post મોટી મેચોમાં ખતરનાક બને છે કોહલી સેનાનો આ ખેલાડી, રન બનાવવામાં નથી છોડતો કસર appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/shikhar-dhawan-a-player-who-stands-tall-in-big-tournaments/
via Best Gujarati News

0 Comments