શપથ વિધિ પહેલાં કાશી વિશ્વનાથ મંદિરમાં મોદી કરી રહ્યા છે પૂજા-અર્ચના, શાહ-યોગી હાજર
લોકસભા ચૂંટણીમાં ઐતિહાસિક જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના સંસદીય મત વિસ્તાર વારાણસીની પ્રજાનો આભાર વ્યક્ત કરવા માટે કાશી પહોંચી ગયા છે. પીએમ મોદીએ સાત કિલોમીટરનું અંતર કાપી બાબા વિશ્વનાથના દર્શન કરી તેમનો અભિષેક કર્યો. તેમની સાથે ભાજપ અધ્યક્ષ અમિત શાહ, રાજ્યપાલ રામ નાઇક અને યુપીના સીએમ યોગી આદિત્યનાથ પણ હાજર હતા. આખા રસ્તામાં પીએમ મોદીના સ્વાગતમાં હજારો લોકો રસ્તાની બંને બાજુ ઉભા રહીને લોકો મોદી-મોદીના નારા લગાવી રહ્યા હતા અને પુષ્પ વર્ષા કરી રહ્યા હતા.
આની પહેલાં વડાપ્રધાન મોદી સોમવારના રોજ સવારે સાડા નવ વાગ્યે પહોંચી ગયા. રાજ્યપાલ રામ નાઇક અને સીએમ યોગી આદિત્યનાથ, ભાજપ અધ્યક્ષ અમિત શાહે એરપોર્ટ પર પીએમ મોદીનું સ્વાગત કર્યું. તેઓ રસ્તા માર્ગથી કાશી વિશ્વનાથ મંદિર માટે રવાના થઇ ગયા. વિશ્વનાથ મંદિરને ફૂલ-માળાઓથી સજાવામાં આવ્યું હતું. પીએમ મોદીએ પોલીસ લાઇનથી વિશ્વનાથ મંદિર સુધીની અંદાજે સાત કિલોમીટરનું અંતર ખૂબ જ ધીમી ગતિથી કાપ્યું જેથી કરીને લોકોનું અભિવાદન કરી શકાય. એક રીતે આ અઘોષિત રોડ શો જેવું જ હતું. આ પહેલો મોકો છે જ્યારે નરેન્દ્ર મોદી કાર્યવાહક વડાપ્રધાન તરીકે કાશીમાં છે. આપને જણાવી દઇએ કે પીએમ મોદી 30મી મેના રોજ શપથ ગ્રહણ કરવા જઇ રહ્યા છે.
#WATCH Varanasi: Crowd breaks into chants of 'Modi Modi' as the convoy of PM Modi moves through streets of Varanasi to Kashi Vishwanath temple. pic.twitter.com/YW0t5dkQPP
— ANI UP (@ANINewsUP) May 27, 2019
20 ક્વિન્ટલ ગુલાબનો વરસાદ
પીએમ મોદીના સ્વાગત માટે આખા શહેરના ભગવા રંગમાં રંગી દેવાયું છે. કાશી પ્રાંતના ઉપાધ્યક્ષ અને મીડિયા પ્રભારી ધર્મેન્દ્ર સિંહે કહ્યું કે આખી કાશી ભગવામય થઇ ગઇ છે. કાશીની જનતા, ભાજપના નેતા અને કાર્યકર્તા રસ્તામાં ઠેર-ઠેર વડાપ્રધાનનું સ્વાગત કરવા માટે તૈયાર ઉભી છે. તેના માટે 20 ક્વિન્ટલ ફૂલોની સગવડ કરાઇ છે.
Varanasi: Prime Minister Narendra Modi offers prayers at the Kashi Vishwanath temple. BJP President Amit Shah also present. pic.twitter.com/K064Ar0a1S
— ANI UP (@ANINewsUP) May 27, 2019
પીએમ મોદીનો આજના દિવસનો કાર્યક્રમ
પીએમ મોદી સવારે 8.30 વાગ્યે અમદાવાદથી રવાના થઇ 9.50 વાગ્યે લાલબહાદુર શાસ્ત્રી ઇન્ટરનેશન એરપોર્ટ પહોંચશે. 9.55 વાગ્યે હેલિકોપ્ટર દ્વારા 10.15 વાગ્યે પોલીસ લાઇન હેલિપેડ પર આવશે. 10.20 વાગ્યે પોલીસ લાઇન હેલિપેડથી રવાના થઇને રસ્તા માર્ગ દ્વારા તેઓ 10.35 વાગ્યે કાશી વિશ્વનાથ મંદિર પહોંચશે. 11.05 વાગ્યે સુધી તેઓ મંદિરમાં પૂજા અર્ચના કરશે. 11.55 વાગ્યે પીએમ મોદી ટીએફસી હેલિપેડથી દીનદયાળ હસ્તકલા સંકુલ પહોંચશે. જ્યાં 12 વાગ્યાથી લઇ 1 વાગ્યા સુધી પાર્ટી કાર્યકર્તાઓ સાથે બેઠક કરશે. ત્યારબાદ 1.40 વાગ્યે દિલ્હી માટે રવાના થઇ જશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post શપથ વિધિ પહેલાં કાશી વિશ્વનાથ મંદિરમાં મોદી કરી રહ્યા છે પૂજા-અર્ચના, શાહ-યોગી હાજર appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/varanasi-preparing-to-welcome-prime-minister-narendra-modi/
via Best Gujarati News
0 Comments