ગુરૂગ્રામમાં મુસ્લિમ યુવકની ટોપી ઉતારાવી, જય શ્રીરામ ના બોલતા ઢોર માર માર્યો
દિલ્હીને અડીને આવેલા ગુરૂગ્રામમાં શનિવારના રોજ એક મુસ્લિમ યુવકની પિટાઇ એટલા માટે કરાઇ કારણ કે તેણે પરંપરાગત ટોપી પહેરી હતી અને તેને ધાર્મિક સૂત્રોચ્ચાર કરવાની ના પાડી દીધી હતી. પીડિત યુવકનું નામ બરકત આલમ છે જે મૂળ બિહારનો રહેવાસી છે.
મોહમ્મદ બરકત આલમ (25)એ પોલીસમાં દાખલ એક ફરિયાદમાં આરોપ મૂકયો છે કે ચાર છોકરા સદર બજાર લેનમાં તેને મળ્યા અને તેમણે તેની પરંપરાગત ટોપી હટાવા માટે કહ્યું. આ છોકરાઓએ તેની સાથે મારપીટ પણ કરી. આલમ ગુરૂગ્રામના જૈકબપુરા વિસ્તારમાં રહે છે. ઘણા સમય વીતી જવા છતાં પોલીસે કોઇ કાર્યવાહી ના કરતા મુસ્લિમ સમુદાયના લોકોએ મસ્જિદની સામે પ્રદર્શન શરૂ કરી દીધું. રસ્તાને જામ કરી દીધા. ત્યારબાદ સ્થળ પર પહોંચેલી પોલીસે પીડિત યુવકને સેકટર 10ની સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યો. સારવાર બાદ પીડિત યુવકને સિટી પોલીસસ્ટેશન લઇ ગયા.
Gurugram: A man says he was assaulted in Sadar Bazar by 5-6 youths for wearing traditional skull cap last night; says, "One of them threatened me, saying wearing cap was not allowed in the area. I said I am coming back after offering namaz. They removed my cap & slapped me." pic.twitter.com/LQlJ8IZzLn
— ANI (@ANI) May 27, 2019
આલમ એ ફરિયાદમાં કહ્યું છે કે આરોપીઓએ મને ધમકી આપી દીધી અને કહ્યું કે આ વિસ્તારમાં ટોપી પહેરવાની મંજૂરી નથી. તેમણે ટોપી ઉતારી લીધી અને મને લાફો માર્યો. તેમણે ભારત માતાની જયના સૂત્રોચ્ચાર લગાવા માટે કહ્યું. તેમના કહેવા પર મેં સૂત્રોચ્ચાર કર્યા. ત્યારબાદ તેમણે મને જય શ્રીરામ બોલવા માટે પણ મજબૂર કર્યા. જેની મેં ના પાડી દીધી. ત્યારબાદ આરોપીઓએ એક લાકડી લઇને મારા પગ અને પીઠ પર મારી.
આલમ સદ બજાર વિસ્તારમાં આવેલ મસ્જિદમાં નમાજ પઢીને આવતા હતા અને તેને મદદ માંગી અને કેટલાંય મુસલમાન ત્યાં તેની મદદ માટે પહોંચી ગયા. હુમલાખોરોએ જ્યારે તેમને આવતા જોયા તો ત્યાંથી ગુમ થઇ ગયા. ગુરૂગ્રામ શહેરના એસીપી, રાજીવકુમારે કહ્યું કે અમે ઘટના અંગે એક ફરિયાદ મળી છે અને ત્યારબાદ શહેરના સંબંધિત પોલીસ સ્ટેશનમાં આઇપીસીની કલમ 153, 149, 323, અને 506ની અંતર્ગત એક એફઆઇઆર નોંધાઇ છે. અમે પીડિતની મેડિકલ તપાસ પણ કરાવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ગુરૂગ્રામમાં મુસ્લિમ યુવકની ટોપી ઉતારાવી, જય શ્રીરામ ના બોલતા ઢોર માર માર્યો appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/muslim-youth-says-he-was-assaulted-in-gurugram-by-youths-for-wearing-traditional-cap/
via Best Gujarati News
0 Comments