૧૯મી સદીના અંત ભાગમાં ઈલેક્ટ્રિક જનરેટર અને ઈલેક્ટ્રિક ગ્રીડના વિકાસ પહેલાં બેટરીએ જ વીજળીનો મુખ્ય સ્ત્રોત પૂરો પાડયો હતો. બેટરીમાં થતાં સતત તકનીકી સુધારાને કારણે જ આજે ટેલિફોન, ટેલિગ્રાફ, કોમ્પ્યુટર, મોબાઈલ અને ઈલેક્ટ્રિક કાર જેવાં અનેક સાધનો તેના જોરે ચાલે છે. વૈજ્ઞાનિકો અને ઈજનેરોએ જાતજાતના પ્રયોગો કરી બેટરીનો વિકાસ કર્યો છે. પ્રારંભમાં માટીના એક પાત્રને વિનેગારના સોલ્યુશનથી ભરવામાં આવતું હતું, જેમાં કોપર સિલિન્ડરથી ઘેરાયેલા લોખંડનો નાનો રોડ રાખવામાં આવતો અને આ રીતે વીજળી ઉત્પન્ન કરવામાં આવતી હતી. આ ઉપકરણે ૧.૧થી ૨.૦ વોલ્ટ્સની વીજળી ઉત્પન્ન કરી હતી. એલેસાન્ડ્રો વોલ્ટાએ ૧૮૦૦માં આ બેટરીની શોધ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post કોણે અને ક્યારે કરી બેટરીની શોધ? appeared first on Sandesh.



from Kids Corner – Sandesh http://sandesh.com/who-and-the-time-battery/
via Best Gujarati News

0 Comments