આ કેવું કે આપણી પાસે ચંદ્ર વિશે જેટલી જાણકારી છે એટલી પૃથ્વી પરના જ ગલાપગોસ આયલેન્ડ્સ વિશે નથી? દક્ષિણ અમેરિકા ખંડના દરિયાકિનારાથી હજારેક કિલોમીટર દૂર પ્રશાંત મહાસાગરમાં આવેલા આ ટાપુ-સમુહમાં ૧૩ ટાપુ છે. અહીં જોવા મળતી કેટલીક સ્પીશીઝ જગતમાં બીજે ક્યાંય નથી જોવા મળતી. સોની બીબીસી અર્થની મિશન ગલાપગોસ શ્રેણીમાં આ ટાપુઓ વિશે રજૂ થતી રસપ્રદ વાતોની એક ઝલક.

  • પિંક ઇગુઆનાઃ અગાઉ તો અહીંના બધા ટાપુઓ પર પિંક ઇગુઆનાની મોટી વસતી હતી, પરંતુ હવે માંડ હજારેક પિંક ઇગુઆના બચ્યાં છે. તેનું નામ તેની ગુલાબી ત્વચા પરથી પડયું છે. પિગમેન્ટ્સ (રંગો)ની ગેરહાજરીને કારણે તેની ત્વચા ગુલાબી દેખાય છે. ત્વચાની નીચે રક્તવાહિનીઓમાં વહેતું રક્ત પણ નરી આંખે જોઈ શકાય છે.
  • મહાકાય કાચબાઓઃ જૂની સ્પેનિશમાં, ગલાપગોનો અર્થ ‘કાચબો’ તેવો થાય છે. અહીંના સાત ટાપુઓ પર આ કાચબા જોવા મળે છે. તેઓ પોતાના શરીરના તાપમાનનું નિયમન કરી શકતા નથી. તેથી તેઓ ગરમીથી દૂર હરિયાળીમાં છૂપાઈને રહે છે અને ચોમાસા દરમિયાન નિરાંતનો શ્વાસ લે છે. તેઓ ૧૦૦થી ૧૫૦ વર્ષો સુધી જીવી શકે છે અને ખોરાક અને પાણી વિના એક વર્ષ સુધી ખેંચી શકે છે !
  • મોલા અથવા ઓશન સનફ્શિઃ પાણીમાંથી બહાર નીકળીને તડકો માણવાની તેની વિશિષ્ટ વર્તણૂંકને કારણે તે સનફ્શિ તરીકે ઓળખાય છે. સૂર્યસ્નાન પછી તેઓ ઊંડા પાણીમાં જઈને જેલી ફીશ આરોગે છે. સનફ્શિની ત્વચા પર ચાલીસેક જેટલા પરોપજીવીઓ વસે છે. આ પરોપજીવીઓ નાની ક્લિનર માછલીઓનો આહાર બને છે. આ ક્લિનર માછલીઓ સનફ્શિની ત્વચાને સ્વચ્છ રાખીને તેને ચેપથી બચાવે છે. લેટિન શબ્દ મોલાનો અર્થ છે ગોળાકાર. આ ગોળમટોળ તોતિંગ માછલીઓનું વજન વધે ત્યારે રોજના એક કિલોના હિસાબે વધી શકે છે.
  • હેમરહેડ શાર્ક : શાર્ક પ્રોડક્ટસની ભારે માગ હોવાના કારણે હેમરહેડ શાર્કનું અસ્તિત્વ જોખમમાં છે. વિશ્વના અનેક ભાગોમાં તેમની વસતીમાં છેલ્લા ૩૦ વષોમાં ૯૯ ટકાનો ભારે ઘટાડો થયો છે. તેમની સૌથી વધુ વસતી ગલાપગોસમાં હોવાનો અંદાજ છે. તેમની આંખો તેમના અત્યંત પહોળા ચહેરાના છેડાના ભાગોમાં હોય છે જેને લીધે તે આજુબાજુમાંથી પસાર થતાં ટાર્ગેટ્સ પર ચાંપતી નજર રાખી શકે છે.
  • Special Featurea

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post આ કાચબા એકાદ વરસના ‘નકોરડા ઉપવાસ’ ખેંચી શકે છે   appeared first on Sandesh.



from Kids Corner – Sandesh http://sandesh.com/this-turtle-ak-year-narkoda/
via Best Gujarati News

0 Comments