ICC વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયા ઇંગલેન્ડ પહોંચી ચૂકી છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં ઇન્ડિયા વિશ્વ કપમાં અત્યાર સુધીની સૌથી સિનિયર ટીમ છે જે બ્રિટનમાં 30મી મેના રોજ શરૂ થનાર આ ક્રિકેટ હરિફાઇમાં સૌથી વધુ અનુભવી ટીમ તરીકે ગણાશે. અત્યાર સુધી બે વખત વર્લ્ડ કપ પોતાના નામે કરી ચૂકેલ ટીમ ઇન્ડિયા આ વખતે વર્લ્ડ કપના પ્રબળ દાવેદારોમાંથી એક છે.

આ ખેલાડી છે સૌથી સિનિયર
ભારતીય ટીમની સરેરાશ ઉંમર 29.53 વર્ષ છે જેમાં મહેન્દ્ર સિંહ ધોન (37) વર્ષ સૌથી વધુ ઉંમર જ્યારે કુલદીપ યાદવ (24 વર્ષ) સૌથી નાની ઉંમરનો ખેલાડી સામેલ છે. વર્લ્ડ કપમાં ભાગ લઇ રહેલ દસ ટીમોમાં શ્રીલંકા (29.9) અને દક્ષિણ આફ્રિકા (29.5) બાદ ભારતીય ટીમ સૌથી વધુ સીનિયર છે. પરંતુ જો 1975થી અત્યાર સુધીની ભારતીય ટીમો પર ધ્યાન આપીએ તો વિરાટ કોહલીની ટીમ ઉંમરના મામલામાં પાછલી તમામ ટીમોને પાછળ છોડી દે છે. આની પહેલાં ભારતે વિશ્વ કપમાં સૌથી સીનિયર ટીમ 2011મા ઉતરી હતી, તેની સરેરાશ ઉંમર 28.3 વર્ષ હતી. ધોનીના નેતૃત્વવાળી આ ટીમ વિશ્વ ચેમ્પિયન બની હતી.

ટુર્નામેન્ટના સૌથી સિનિયર અને સૌથી જુનિયર ખેલાડી
હવે જ્યારે તમામ ટીમોએ પોતાના અંતિમ 15 ખેલાડી નક્કી કરી દીધા છે ત્યારે દક્ષિણ આફ્રિકાના ઇમરાન તાહિર (40 વર્ષ) વર્લ્ડ કપમાં ભાગ લેનાર સૌથી નાની ઉંમરના ખેલાડી હશે. અફઘાનિસ્તાનના મુજીબ ઉર રહમાન (18 વર્ષ) સૌથી નાની ઉંમરમાં વર્લ્ડ કપમાં પોતાનો જલવો દેખાડશે.

પાછલી સૌથી સિનિયર ટીમ જીત્યું હતું વર્લ્ડ કપ
અત્યારે તમામની સામે એ સૌથી મોટો પ્રશ્ન છે કે શું કોહલીની ટીમ 2011નો ઇતિહસ ફરીથી દોહરાવશે, કારણકે 1983મા કપિલ દવેના નેતૃત્વવાળી ટીમ પણ ભારતની ત્યારની સૌથી સીનિયર (સરેરાશ ઉંમર 27.10) ટીમ હતી. કપિલની આ ટીમે વર્લ્ડ કપ જીત્યા હતા. ઉલ્લેખનીય છે કે 1975ની ટીમની સરેરાશ ઉંમર 26.8 અને 1979ની ટીમની 26.6 વર્ષ હતી. કપિલની 1987ની ટીમની સરેરાશ ઉંમર 26.2 હતી.

બીજી સિનિયર ટીમ બાંગ્લાદેશની
ભારત બાદ બાંગ્લાદેશન ટીમનો નંબર આવે છે. તેના તમામ ખેલાડીઓની કુલ મેચોની સંખ્યા 1341 બેસે છે. તેમના તરફથી કેપ્ટન મશરેફી મુર્તજા (207), મુશફિકપર રહીમ (205) , શાકિબ અલ હસન (198) અને તમીમ ઇકબાલ (193)એ સૌથી વધુ મેચ રમી છે. ધોની બાદ ક્રિસ ગેલ વર્લ્ડ કપમાં ભાગ લેનાર બીજો સૌથી વધુ અનુભવી ખેલાડી છે. આ 39 વર્ષના ક્રિકેટરે અત્યાર સુધીમાં 289 મેચ રમી છે. ગેલ ઉંમરની બાબતમાં તાહિર બાદ સૌથી સનિયર ખેલાડીઓમાંથી એક છે.

આ શાનદાર રેકોર્ડ છે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓનો
વર્લ્ડ કપમાં ભાગ લેવા જઇ રહેલી ટીમોમાં સૌથી વધુ 90 સદી ભાતરીય ખેલાડીઓના નામ પર જ છે. તેમાંથી કેપ્ટન કોહલીના નામ પર જ 41 સદી નોંધાઇ છે કારણ કે રોહિતે 22, ધવને 16, અને ધોની એ 10 સદી ફટકારી છે.

આ Video પણ જુઓ : છોટાઉદેપુર લોકસભાની બેઠકો પરના ઉમેદવારોનુ શું કહેવુ છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post વર્લ્ડ કપમાં અત્યાર સુધીની સૌથી સિનિયર ટીમ ઇન્ડિયા, ચેમ્પિયન બનાવી શકે છે આ આંકડો appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/world-cup-2019-team-india-most-senior-senior-this-time/
via Best Gujarati News

0 Comments