વર્લ્ડ કપ: ભારતને ચેમ્પિયન બનતા કોઈ નહીં રોકી શકે, શાસ્ત્રીએ વિરોધી ટીમોને આપી ચેતવણી
ટીમ ઇન્ડિયાને વર્લ્ડ કપનું પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યું છે અને કૉચ રવિ શાસ્ત્રીને સંપૂર્ણ વિશ્વાસ છે કે જો તેમની ટીમ સંપૂર્ણ ક્ષમતા સાથે રમશે તો તેને ચેમ્પિયન બનતા કોઈ રોકી નહીં શકે. શાસ્ત્રી અને કેપ્ટન વિરાટ કોહલીએ ઇંગ્લેન્ડ રવાના થતા પહેલા મીડિયા સાથે વાત-ચીત કરી હતી. રવિ શાસ્ત્રીએ કહ્યું કે, “ભારતીય ટીમને જુઓ. અમે છેલ્લા 5 વર્ષમાં ઘણું શાનદાર પ્રદર્શન કર્યું છે. વિશ્વ કપ એક સ્ટેજ છે, જ્યાં અમારે સારું પ્રદર્શન કરવાનું છે અને તેનો આનંદ ઉઠાવવાનો છે. જો અમે અમારી સંપૂર્ણ તાકાતથી રમ્યા તો ત્રીજીવાર વિશ્વ વિજેતા બની શકીએ છીએ.”
રવિ શાસ્ત્રીએ કહ્યું કે, “આ એક મોટો મુકાબલો છે. જેવું કે વિરાટે કહ્યું કે કોઈપણ ટીમ જીતી શકે છે. વેસ્ટઇન્ડીઝને જો તમે જુઓ તો કાગળ પર તે કોઈપણ ટીમ કરતા મજબૂત છે. એટલા સુધી કે બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન પણ 2015 પછી ઘણી મજબૂત છે.” કૉચે પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની પ્રશંસા કરતા તેને ટીમ માટે ઘણો જ મહત્વનો ગણાવ્યો છે. સાથે જ કહ્યું કે હાલનાં સમયે ધોની સૌથી સારો વિકેટકીપર છે.
શાસ્ત્રીએ કહ્યું, “તમારે તેને કંઇપણ જણાવવાની જરૂર નથી. તેણે જે કર્યું છે તેના કારણે જ તે અહીં છે. તેનો અને વિરાટનો તાલમેલ સારો છે. તેનાથી સારો કોઈ વિકેટકીપર નથી. એક ખેલાડી તરીકે પણ તે શાનદાર છે. તમે તેના રન આઉટ અને સ્ટમ્પિંગ્સ જોઇ લો. તે મેચમાં ઘણો જ મહત્વનો છે. જે મેચનું પરિણામ બદલી શકે છે. તમે આઈપીએલમાં જ તેને જોઇ લો, તેણે કેવું પ્રદર્શન કર્યું છે.”
ઉલ્લેખનીય છે કે વર્લ્ડ કપમાં અભિયાન પહેલા ભારત 25 જૂનનાં ન્યૂઝીલેન્ડ અને 28નાં રોજ બાંગ્લાદેશ સામે પ્રેક્ટિસ મેચ રમશે.
5 જૂનનાં ભારત સાઉથ આફ્રિકા સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post વર્લ્ડ કપ: ભારતને ચેમ્પિયન બનતા કોઈ નહીં રોકી શકે, શાસ્ત્રીએ વિરોધી ટીમોને આપી ચેતવણી appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/ravi-shastri-said-if-india-will-play-with-their-strength-than-well-win-cwc-2019/
via Best Gujarati News
0 Comments