વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડ જવા રવાના, વિરાટ કોહલી બોલ્યો કે…
ICC વર્લ્ડ કપ 2019 માટે ટીમ ઇન્ડિયા ઇંગલેન્ડ માટે રવાના થઇ ગઇ છે. 30મી મેથી યોજાનાર આ વર્લ્ડ કપ માટે ભારતીય ટીમને ખૂબ જ મજબૂત દાવેદાર મનાય છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીનું માનવું છે કે રાઉન્ડ રોબિન પ્રારૂપમાં દમદાર હરિફોની વિરૂદ્ધ રમવાથી આગામી વર્લ્ડ કપ ખૂબ જ પડકારજનક બની ગયો છે. બીસીસીઆઈએ ટીમના રવાના થતા પહેલાં કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી. તેમાં ખેલાડી મુંબઇ એરપોર્ટ પર પોતાની ફ્લાઇટ માટે રાહ જોઇ રહ્યા હતા.
Jet set to go ✈✈#CWC19 #TeamIndia pic.twitter.com/k4V9UC0Zao
— BCCI (@BCCI) May 21, 2019
આની પહેલાં કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે આ વખતે વર્લ્ડ કપનું ફોર્મેટ પડકારજનક છે અને કોઇપણ ટીમ ઉલટફેર કરી શકે છે. તેમણે કહ્યું કે ખેલાડીઓએ આઇપીએલથી 50 ઓવરનો મુકાબલાની સારી તૈયારી કરી છે.
Mumbai: Indian Cricket team departs for ICC Cricket World Cup 2019, being held in England and Wales from May 30 to July 14. pic.twitter.com/ovcbtnoOVc
— ANI (@ANI) May 21, 2019
કેપ્ટન વિરાટે સાથો સાથ આશા વ્યક્ત કરી કે ટીમ ઇન્ડિયા ત્રીજી વખત વર્લ્ડ કપ જીતી શકે છે. ભારતે અત્યાર સુધીમાં બે વખત (1983માં કપિલ દેવની કેપ્ટનશીપમાં અને 2011મા ધોનીની કેપ્ટનશીપમાં) વર્લ્ડ કપ જીત્યો છે.
વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), શિખર ધવન, કેએલ રાહુલ, વિજય શંકર, એમએસ ધોની (વિકેટકીપર), કેદાર જાધવ, દિનેશ કાર્તિક, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ,
હાર્દિક પંડ્યા, મો.શમી, રવિન્દ્ર જાડેજા
આ વીડિયો પણ જુઓ : PMના મતે NDA ગઠબંધન નહીં, એક પરિવાર છે : રાજનાથસિંહ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડ જવા રવાના, વિરાટ કોહલી બોલ્યો કે… appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/mumbai-indian-cricket-team-departs-for-icc-cricket-world-cup-2019/
via Best Gujarati News
0 Comments