। રોમ ।

સ્પેનના અનુભવી ખેલાડી રફેલ નદાલ, વિશ્વના પ્રથમ ક્રમાંકિત ર્સિબયાના નોવાક જોકોવિચ તથા સ્વિર્ટ્ઝલેન્ડના રોજર ફેડરરે ઇટાલિયન ઓપન ટેનિસ ટૂર્નામેન્ટમાં એક જ દિવસમાં બે-બે મુકાબલા જીતીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. વિશ્વના બીજા ક્રમાંકિત નદાલે ત્રીજા રાઉન્ડના મુકાબલામાં ર્જ્યોિજયાના નિકોલેઝ બેસિલાશવિલીને સીધા સેટમાં ૬-૧, ૬-૦થી હરાવ્યો હતો. આ પહેલાં તેણે બીજા રાઉન્ડના મુકાબલામાં ફ્રાન્સના જેરેમી ચાર્ડીને એકતરફી મેચમાં ૬-૦, ૬-૧થી હરાવ્યો હતો. નિકોલેઝ સામે નદાલે પોતાના શાનદાર પ્રદર્શનને જારી રાખીને હરીફ ખેલાડીને મેચ જીતવાની એક પણ તક આપી નહોતી. આ મુકાબલો જીતવા માટે તેણે માત્ર ૬૨ મિનિટનો સમય લીધો હતો. નોંધનીય છે કે બુધવારે ભારે વરસાદના કારણે તમામ મુકાબલા સ્થગિત કરવામાં આવ્યા હતા.

જોકોવિચે સવારના સત્રમાં કેનેડાના ડેનિસ શાપોવાલોવને ૬-૧, ૬-૩થી હરાવવામાં કોઇ મુશ્કેલી અનુભવી નહોતી. ત્યારબાદ તેણે પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં જર્મનીના ફિલિપ કોલશ્રેબર સામે ૬-૩, ૬-૦ના સ્કોરથી એકતરફી વિજય હાંસલ કર્યો હતો. ક્વાર્ટર ફાઇનલમાં તેનો મુકાબલો આર્જેન્ટિનાના જુઆન ર્માિટન ડેલ પોટ્રો સામે થશે. ૨૦ ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન રોજર ફેડરરે ભારે રસાકસી બાદ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં ક્રોએશિયાના બોના સોરિકને ૨-૬, ૬-૪ ૭-૬(૯-૭)થી હરાવ્યો હતો. આ પહેલાં ફેડરરે પોર્ટુગલના જોઆઓ સોસાને ૬-૪,૬-૩થી હરાવીને પોતાનું અભિયાન આગળ વધાર્યું હતું.

વિમેન્સ સિંગલ્સમાં વિશ્વની ત્રીજી ક્રમાંકિત તથા ડિફેન્ડિંગ ફ્રેન્ચ ઓપન ચેમ્પિયન સિમોના હાલેપ વિશ્વની ૪૨મી ક્રમાંકિત ચેક રિપબ્લિકની મારકેટા વોન્ડરસેવા સામે ૬-૨, ૫-૭, ૩-૬થી હારી જતાં ટૂર્નામેન્ટમાં અપસેટ સર્જાયો હતો. આ મુકાબલો બે કલાક ૧૨ મિનિટ સુધી રમાયો હતો. અન્ય એક મુકાબલામાં અમેરિકાની સોફિયા કેનિને પોતાના જ દેશની મેડિસન કિઝને ૬-૭, ૬-૩, ૬-૪થી હરાવીને ત્રીજા રાઉન્ડમાં પ્રવેશી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post રફેલ નદાલ અને રોજર  ફેડરર સહિત ક્રમાંકિત ખેલાડીઓએ ૧ દિવસમાં બે મુકાબલા જીત્યા appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/rafael-nadal-and-roger-federer-c/
via Best Gujarati News

0 Comments