ઐશ્વર્યા રાય બચ્ચનને જોતા જ કાજોલ પોતાની જાતને ના રોકી શકી અને…
બોલીવુડના લેજન્ડરી એક્શન ડાયરેક્ટર અને અભિનેતા અજય દેવગણના પિતા વીરૂ દેવગણનું આજે સવારે મુંબઈના સાંતાક્રુઝ હોટેલમાં 77 વર્ષની વયે અતિમ શ્વાસ લીધા હતાં. વીરૂ દેવગણના નિધનના સમાચાર મળતા જ અજય દેવગણ અને કાજોલના ઘરે બોલીવુડ હસ્તીઓનો ધસારો વધી ગયો હતો. અજય દેવગણ-કાજોલ સાથે આ મુશ્કેલ સમયમાં તેમના બોલીવુડના મિત્રો સહિત અનેક સ્ટાર્સ ઉમટી પડ્યાં હતાં.
શાહરૂખ ખાન, સંજય દત્ત, સાંસદ અને અભિનેતા સની દેઓલ અને બોબી દેઓલ ઉપરાંત ડાયરેક્ટર મહેશ ભટ્ટ પણ આવી પહોંચ્યા હતાં. તો અન્ય સલિબ્રિટી પણ શોકાકુળ દેવગણ પરિવારને સાંત્વના આપવા પહોંચ્યા હતાં.
પૂર્વ મિસવર્લ્ડ અને અભિનેત્રી ઐશ્વર્યા રાય પણ પતિ અભિષેક સાથે અજય દેવગણના ઘરે આવી પહોંચી હતી. ઐશ્વર્યા રાય બચ્ચનને જોતા જ કાજોલ પોતાની લાગણીઓ પર કાબુ ગુમાવી બેઠી હતી. કાજોલ ઐશ્વર્યાને ગળે વળગીને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી હતી.
વીરૂ દેવગણે 1994 દિવલાલે, હિમ્મતવાલા 1983, 1988 શહેંશાહ જેવી શાનદાર ફિલ્મોમાં એક્શન સીન ડારેક્ટ કર્યા હતાં. વીરૂ દેવગન 14 વર્ષની ઉંમરે 1957માં બોલીવુડનું સપનું લઈને પંજાબના અમૃતસરથી ભાગીને મુંબઈ આવી ગયાં હતાં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ઐશ્વર્યા રાય બચ્ચનને જોતા જ કાજોલ પોતાની જાતને ના રોકી શકી અને… appeared first on Sandesh.
from Entertainment – Sandesh http://sandesh.com/kajol-burst-into-tears-after-seeing-aishwarya-reached-to-console/
via Best Gujarati News
0 Comments