બોલિવૂડ એક્ટર સની દેઓલ અને એક્ટ્રેસ હેમા માલિની બન્નેએ લોકસભા ચૂંટણી 2019માં શાનદાર જીત પ્રાપ્ત કરી છે. દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનો મોટો દીકરો સની દેઓલ પંજાબના ગુરદાસપુરથી જ્યારે હેમા માલિની યુપીના મથુરાથી ચૂંટણી મેદાનમાં હતા. આ બેઠકો પર બન્ને કાલાકારાએ સારું પ્રદર્શન કર્યું. જોકે હવે ચૂંટણી જીત્યા બાદ બન્ને સાંસદ લોકસભામાં હાજરી આપશે. પરંતુ બન્ને એક સાથે નહીં બેસે. આની પાછળનું કારણ અમે તમને જણાવીશું.

સની દેઓલ અને હેમા માલિની સંસદમાં સાથે હાજરી નહીં આપે તેની પાછળનું કારણ સંબંધોની ખટાશ નથી પરંતુ અન્ય મુખ્ય કારણ છે. હેમાં માલિની સીનિઅર સાંસદ છે. જ્યારે સની દેઓલ પહેલીવાર સંસદમાં હાજરી આપશે. તેથી હેમા માલિની સંસદમાં આગળની તરફ સીનિઅર સાંસદોની વચ્ચે બેસશે જ્યારે સની દેઓલ નવા ચૂંટાયેલા સાસંદો વચ્ચે જોવા મળશે.

ઉલ્લેખનીય છે કે સની દેઓલે પહેલીવાર ચૂંટણી લડી છે અને તેમાં વિજય મેળવ્યો છે. સની દેઓલે જે બેઠક પરથી ચૂંટણી લડી છે એ બીજેપીની બેઠક માનવામાં આવે છે કારણ કે સની પહેલા ત્યાંથી દિવંગત અભિનેતા વિનોદ ખન્ના ચૂંટણી લડતા હતા. તેમના મૃત્યુ બાદ એવું માનવામાં આવી રહ્યું હતું કે તેમની પત્નીને બીજેપી તરફથી ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવશે. પરંતુ એવું ન થતા સની દેઓલને આ તક આપવામાં આવી. તમને જણાવી દઈએ કે જીત મેળવવા માટે સનીએ ઘણી મહેનત કરી છે. સની ક્ષેત્રના લગભગ દરેક વિસ્તારમાં જઈને ચૂંટણી પ્રચાર કરી વોટ અપીલ કરી હતી. ઉપરાંત સ્થાનિક લોકોની સમસ્યાની લિસ્ટ પર તૈયાર કરી જોકે હવે જોવાનું રહેશે કે આ ક્ષેત્રના લોકોની અપેક્ષા પર સની કેટલો સાચો સાબિત થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post સંસદમાં સાથે નહીં બેસે હેમા માલિની અને સની દેઓલ, આ છે કારણ appeared first on Sandesh.



from Entertainment – Sandesh http://sandesh.com/hema-malini-and-sunny-deol-will-not-seat-together-in-parliament/
via Best Gujarati News

0 Comments