આયુષ્માન ખુરાનાની અપકમિંગ ફિલ્મ ‘આર્ટિકલ 15’ (Article 15)નું ટિઝર રિલીઝ થઇ ગયું છે. આ ફિલ્મનાં ટિઝરે રિલીઝ થતાની સાથે જ ધમાલ મચાવી દીધી છે. ‘આર્ટિકલ 15’નાં ટિઝરમાં આયુષ્માન ખુરાનાનો લુક ખુબ જ શાનદાર જોવા મળી રહ્યો છે. ટિઝરની શરૂઆત આયુષ્માન ખુરાનાના અવાજ સાથે થાય છે. અહિંયા અભિનેતા સંવૈધાનિક ‘આર્ટિકલ 15’ વિશે વાત કરતો નજરે પડે છે. જે ધર્મ, જાતિ, લિંગ અથવા જન્મસ્થાનનાં આધાર પર ભેદભાવ પર રોક લગાવે છે. વીડિયોમાં સમાજમાં થઇ રહેલ ખોટી બાબતો માટે એક અંતઃદૃષ્ટિ વહેંચવામાં આવી છે.

આ પહેલા પોસ્ટરમાં આયુષ્માન ખુરાના ચશ્મા પહેરેલ એક પોલીસનાં વેશમાં નજર આવે છે અને આ ચશ્મામાં સમાજનું કડવું સત્ય નજર આવી રહ્યું છે. હવે ટિઝરમાં અભિનેતા પોલીસના લુકમાં નજર આવી રહ્યો છે કે હવે ફર્ક બહુ કરી લીધો હવે ફર્ક લાવીએ. જેની આતુરતાથી રાહ જોવાઇ રહી હતી તે ફિલ્મ ‘આર્ટિકલ 15’માં આયુષ્માન ખુરાના પોલીસ અધિકારીની ભૂમિકામાં નજર આવશે અને જે સંવૈધાનિક અધિકારની રચના કરનારા મામલાઓ પર કામ કરે છે.

આયુષ્માન ખુરાના અભિનિત ફિલ્મ ‘આર્ટિકલ 15’ લંડન ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલનાં દશમા સંસ્કરણમાં વર્લ્ડ પ્રીમિયરમાં દેખાડવા માટે તૈયાર છે. લંડન ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ દક્ષિણ એશિયાનો સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે અને આ ઇન્વેસ્ટિગેટિવ ડ્રામા ઓપનિંગ નાઇટ ફિલ્મ હશે. ફિલ્મમાં ઇશા તલવાર, એમ નસાર, મામોઝ પાહવા, સયાની ગુપ્તા, કુમુદ મિશ્રા અને મોહમ્મદ જીશાન અયૂબ નજર આવશે. ‘આર્ટિકલ 15’ અનુભવ સિન્હા અને ઝી સ્ટૂડિયોઝ દ્વારા નિર્દેશિત અને નિર્મિત ફિલ્મ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post બહુચર્ચિત ફિલ્મ ‘આર્ટિકલ-15’નું ટિઝર રિલીઝ, આવતાની સાથે જ વીડિયો થયો વાયરલ appeared first on Sandesh.



from Entertainment – Sandesh http://sandesh.com/the-official-teaser-release-of-the-highly-anticipated-film-article-15/
via Best Gujarati News

0 Comments