જ્યારે પણ ભારતમાં સૌથી પોપ્યુલર શોની વાત કરવામાં આવશે તો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નું નામ જરૂરથી લેવામાં આવશે. આ શોના જેટલા વખાણ કરવામાં આવે એટલા ઓછા છે. છેલ્લા 10 વર્ષથી ભારતમાં ટીવીની દુનિયા પર રાજ કરતા આ શોએ દર્શકોના દિલમાં એક અલગ મુકામ હાંસલ કર્યું છે.

આ શોના દરેક પાત્રે લોકોના મનમાં એક અલગ છાપ છોડી છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી એવું લાગી રહ્યું છે કે આ પોપ્યુલર શો તેની ચાર્મ ધીમે-ધીમે ગુમાવી રહ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ આ શોની લોકપ્રિયતા દિવસે-દિવસે ઓછી થઈ રહી છે. શોમાં ચાલી રહેલો પ્લોટ ફેન્સને પ્રભાવિત કરવામાં નિષ્ફળ સાબિત થઈ રહ્યો છે. ઉપરાંત શોની ટીઆરપીમાં પણ ઘટાડો થયો છે.

રિપોર્ટ પ્રમાણે છેલ્લા દોઢ વર્ષથી લોકપ્રિય પાત્ર દયાબેન(દિશા વાકાણી) શોમાંથી ગાયબ છે. ઉપરાંત ડોક્ટર હાથીનું પાત્ર ભજવનાર એક્ટર કવિ કુમાર આઝાદનું નિધન, સોનૂનું કેરેક્ટર પ્લે કરનાર એક્ટ્રેસ નિધિ ભાનુષાલીનું પણ શો છોડી દેવું અમુક એવા પોઇન્ટ્સ છે જેના કારણે સીરિયલને માઠી અસર થઈ છે. જ્યારે શોના મેકર્સ પણ જેમ તેમ જુગાડ કરી ડાઉનફોલનને રોકવાની કોશિશ કરી રહ્યા છે. પરંતુ તેમની આ કોશિશ પર્યાપ્ત નથી હાલ એવું લાગી રહ્યું છે.


પહેલા શોમાં દરેક ફંક્શન ખૂબજ શાનદાર તરીકેથી દર્શાવવામાં આવતા હતા. પરંતુ હવે સામાન્ય અને રેગ્યુલર પ્લોટ જોવા મળી રહ્યા છે. પહેલા સ્ક્રિપ્ટમાં પંચ લાઈન અને ડાયલોગ્સ દર્શકોને હસવા પર મજબૂર કરતા હતા પરંતુ હવે હસવા માટે આવા ડાયલોગ શોધવા પડે છે. જેના કારણે શોની મજા ફીકી પડી રહી હોય એવું લાગી રહ્યું છે.

પ્રતિસ્પર્ધાના દોરમાં શોના પ્રોડ્યુસર અસિત મોદી માટે શોની ચાર્મ બચાવી મુશ્કેલ બની રહી છે. કારણે કે ટીવી પર હાલ ઘણા એવા શો છે જે મજબૂત ટક્કર આપી રહ્યા છે. એવી પરિસ્થિતિઓમાં દર્શક ઝડપથી અન્ય શો તરફ શિફ્ટ થઈ જાય છે. ટીવી વિશ્લેષકોની માનીએ તો શોની સ્ક્રિપ્ટમાં ફેરફાર કરવાની જરૂર છે. તેથી શો તેની ચાર્મ યથાવત રાખી શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post શું ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોની લોકપ્રિયતા પડી રહી છે ફીકી? જાણો શું છે કારણ appeared first on Sandesh.



from Entertainment – Sandesh http://sandesh.com/popular-tv-show-taarak-mehta-ka-ooltah-chashmah-losing-charm/
via Best Gujarati News

0 Comments